Team Chabuk-National Desk: CBSE બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 12ની પરીક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા આજે શિક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે દેશના તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની જાહેર પરીક્ષા યોજવા માટેના વિવિધ વિકલ્પો તથા NEET, JEE અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટેની પરીક્ષા યોજવા બાબતે ચર્ચા કરાઈ હતી. તમામ પરીક્ષા યોજવા બાબતે રાજ્યો પણ કેવી રીતે તૈયાર છે તે અંગે સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.
આ બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા યોજવા માટેના બે વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.
વિકલ્પ નંબર 1- હાલની ત્રણ કલાકના સમયગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણાત્મક સ્વરૂપની લેખિત પરીક્ષા યોજવી અને તે માટે પરિણામ જાહેર કરવા સુધીના સમયગાળાની ચર્ચા કરવામાં આવી હતી.
વિકલ્પ નંબર 2- નિયત કરેલા અભ્યાસક્રમના બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાને લઈ 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂર્ણ થાય તેવા પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાના વિકલ્પ વિશે ચર્ચા કરાઈ હતી.
I thank all the Hon'ble Chief Ministers, Education Ministers, and officers associated with the world's largest education system for participating in the high-level meeting chaired by Hon'ble Minister of Defence Shri @rajnathsingh Ji. pic.twitter.com/i4e8p5lH90
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 23, 2021
આમ ઉપરોક્ત બે વિકલ્પમાંથી જે યોગ્ય હશે તે અંગે પરીક્ષા યોજવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. CBSE બોર્ડ પાસે પરીક્ષાને લઈને બે વિકલ્પ ઉપલબ્ધ છે. માત્ર મુખ્ય વિષયોની પરીક્ષા નક્કી કરાયેલા સેન્ટર્સ પર લેવામાં આવી શકે છે અને આ પરીક્ષાના ગુણના આધારે અન્ય વિષયોના ગુણ નક્કી કરવામાં આવી શકે છે. આ વિકલ્પ ત્યારે જ અમલમાં મૂકી શકાશે જ્યારે CBSC પાસે 3 મહિનાની વિન્ડો ઉપલબ્ધ હોય.
બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા હાજર
દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ આ હાઈ લેવલની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા. આ બેઠકની ચર્ચામાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની કારકિર્દી મહત્વની છે, તેટલી જ તેઓની સુરક્ષા પણ મહત્વની છે. પરીક્ષાઓ યોજતી વખતે કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા યોજવામાં આવતી ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓ માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરિસ્થિતિની સમીક્ષા અને પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
વેક્સિન આપ્યા વગર પરીક્ષા યોજવી યોગ્ય નથીઃ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને વેક્સિન આપ્યા વગર ધોરણ 12ની પરીક્ષા યોજવી બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. 12મા ધોરણના 95 ટકા વિદ્યાર્થીઓની ઉંમર 17 વર્ષથી વધુ છે. એવામાં આપણે નિષ્ણાતો સાથે વાત કરવી જોઈએ કે તેઓને કોવિશીલ્ડ અથવા કોવેક્સિન આપી શકાય કે નહીં. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે ફાઈજર સાથે પણ વાત કરવી જોઈએ.
Addressing an important Press Conference | LIVE https://t.co/9c898PLhqp
— Manish Sisodia (@msisodia) May 23, 2021
केंद्र सरकार के साथ मीटिंग में आज माँग रखी कि परीक्षा से पहले 12वीं के सभी बच्चों के लिए वैक्सीन की व्यवस्था करें। बच्चों की सुरक्षा से खिलवाड़ कर परीक्षा का आयोजन करवाने की ज़िद बहुत बड़ी गलती और नासमझी साबित होगी। #पहले_वैक्सीन_सुरक्षा____फिर_परीक्षा
— Manish Sisodia (@msisodia) May 23, 2021
સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રકાશ જાવડેકર સામેલ થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત