Homeગામનાં ચોરેડિએગો મારાડોનાની વીસ લાખની ઘડિયાળ ભારતના ચોરે ચોરી કેવી રીતે કરી લીધી?

ડિએગો મારાડોનાની વીસ લાખની ઘડિયાળ ભારતના ચોરે ચોરી કેવી રીતે કરી લીધી?

Team Chabuk-National Desk: પૂછવું નહીં કે ડિએગો મારાડોના કોણ છે? મારાડોના બ્લેસ્ડ ડ્રિમ નામની વેબ સિરીઝ અમેઝોન પ્રાઈમ ટાઈમ પર ઉપલબ્ધ છે. ધમાલ નથી મચાવી, કારણ કે બિચારી વેબ સિરીઝનું એટલું પ્રમોશન નથી થયું, જેટલું નબળી ગુજરાતી ફિલ્મોનું થાય છે! તોપણ જે જુએ છે તે આફરિન પોકારી જાય છે. એ વેબ સિરીઝના પ્રથમ એપિસોડમાં એક સંવાદ છે, તેનું ગુજરાતીકરણ કરી મૂકીએ છીએ – ‘આ ડિએગો મારાડોના છે. ખબર લાગશે કે તે દવાખાનામાં છે તો મીડિયા માથે ચડી જાશે.’

ડિએગો મારાડોના તો હવે નથી. 25 નવેમ્બર 2020માં તેમનું નિધન થયું. નિધન બાદ આર્જેન્ટીનાનો સ્ટાર ખેલાડી અને હેન્ડ ઓફ ગોડના હુલામણા નામથી ખ્યાતનામ મારાડોના ભારતના કારણે ચર્ચામાં છે. મારાડોનાની ઘડિયાળ ચોરી કરનારા વ્યક્તિની અસમ પોલીસે ધરપકડ કરી લીધી છે. દુબઈ પોલીસ અને અસમની પોલીસે એકઠા થઈ આ મિશનને અંજામ આપ્યું. અસમ પોલીસના DGP જ્યોતિ મહંતાએ જાણકારી આપતા કહ્યું કે ડિએગો મારાડોનાની ઘડિયાળ અસમના ચરાઈદેવ જિલ્લામાંથી મળી આવી છે. સાથે જ ચોરી કરનારા વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઘડિયાળ ચોરી કરનારા વ્યક્તિનું નામ વાજિદ હુસેન છે. સતત શોધખોળ કર્યાં પછી અસમની પોલીસે વાજિદ હુસેનને ચરાઈદેવ જિલ્લાના મોરનહાટા વિસ્તાર પાસેથી પકડી પાડ્યો. ઘડિયાળ મળ્યા બાદ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી – ‘એક ભાગીદારીમાં થયેલા મિશન હેઠળ અસમ પોલીસ અને દુબઈ પોલીસે દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની લિમિટેડ એડિશન HUBLOT ઘડિયાળને વાજિદ હુસેન નામના વ્યક્તિ પાસેથી પ્રાપ્ત કરી છે. આગળ કાયદાકીય કાર્યવાહી કરી વાજિદને સજા આપવામાં આવશે.’

વાજિદ હુસેન વર્ષ 2016માં ડિએગો મારાડોનાના દુબઈ સ્થિત ઘરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. ત્રણ દિવસ પહેલા જ વાજિદ દુબઈથી પરત ફર્યો હતો. દુબઈની પોલીસે ચોરી કરેલી ઘડિયાળની વિગતો મોકલી. DGP પાસેથી SP રાકેશ રોશનને ઘડિયાળ ચોરીની જાણકારી મળી હતી. SPની ટીમે ઓપરેશન ચલાવ્યું અને ચોરી કરનારા શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો. ડિએગો મારાડોના HUBLOT કંપનીની લિમિટેડ એડિશનની ઘડિયાળ પહેરતા હતા. એક ઘડિયાળી કિંમત 20 લાખ રૂપિયા હોય છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments