Homeગામનાં ચોરે53.30 કરોડ ફેસબુક વપરાશકારોનો ડેટા લીક થયો કેવી રીતે ?

53.30 કરોડ ફેસબુક વપરાશકારોનો ડેટા લીક થયો કેવી રીતે ?

Team Chabuk-International Desk: ફેસબુકના 533 મિલિયન એટલે કે આશરે 53.30 કરોડ વપરાશકર્તાઓનો અંગત ડેટા હેકર્સ ફોરમ પર લીક થઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડેટા લીકમાં આશરે 106 દેશોના ડેટાનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેસબુકના ઈતિહાસનો સૌથી મોટો ડેટા લીક થયો છે. 32 મિલિયન ડેટા અમેરિકાના વપરાશકર્તાઓનો, 11 મિલિયન ડેટા બ્રિટનના વપરાશકર્તાઓનો અને 6 મિલિયન ભારતના વપરાશકર્તાઓનો લીક થયો છે.

ડેટા લીક થયો છે તેમાં યુઝર્સની જન્મતારીખ, પૂર્ણ નામ, બાયોડેટા, લોકેશન અને ઈમેઈલનો સમાવેશ થાય છે. ઘણા યુઝર્સના ફોન નંબર પણ લીક થયા છે. આ લીક 2019માં ફેસબુકની ટેકનિકલ ક્ષતિના કારણે થયું છે. જેથી લીક થયેલો ડેટા દોઢથી બે વર્ષ જૂનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. છતાં આ ડેટા કામનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે માહિતી સ્થાયી છે. મોટાભાગના યુઝર્સ ફોન નંબર અને ઈમેઈલ પણ બદલતા ન હોવાથી આજે પણ લીક થયેલો ડેટા હેકર્સ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહ્યો છે.

એક ફેસબુક આઈડીના હેકર્સ આ પ્રકારના ડેટા માટે 20 ડોલર સુધી લેતા હતા. અર્થાત્ 53.30 કરોડ યુઝર્સનો આ ડેટા આશરે 1060 કરોડ રૂપિયાનો છે. જોકે આ ડેટાને મફતમાં વેચી દેવામાં આવ્યો છે. આ ડેટા લીક પર ફેસબુક કંપની દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે બગને ફિક્સ કરી લેવામાં આવ્યું છે. ફેસબુકે કહ્યું છે કે આ 2019માં લીક થયેલા ડેટાનો એક ભાગ છે અને તેને ઓગસ્ટ 2019માં જ ફિક્સ કરી લેવામાં આવ્યો હતો.

જોકે આ ઘટના આજે જ ઘટી હોય એવું નથી જ્યારે મોટા સ્તર પર ફેસબુકના વપરાશકર્તાઓનો ડેટા લીક થયો હોય. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 45 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હતો અને આ ડેટાનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થઈ રહ્યું હતું. સૌથી મહત્વની વાત એ હતી કે ફેસબુક યુઝર્સનો આ ડેટા ટેલીગ્રામ એપ્લિકેશનની બોટ દ્વારા થયો હતો.

એક રિપોર્ટ પ્રમાણે ફેસબુક ડેટા સાથે જોડાયેલ મોબાઈલનાં નંબરનું વેચાણ 1,400 રૂપિયામાં થઈ રહ્યું છે. અન્ય ડેટાની પણ આ રીતે જ કિંમત લગાવવામાં આવી રહી છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડેટા ટેલિગ્રામ બોટ દ્વારા કરવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments