Team Chabuk-National Desk: ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલ ફાઈટર પ્લેન રાફેલની ડિલમાં વધુ એક વખત ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યું છે. આ વખતે ફ્રાન્સની એક પબ્લિકેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારતના એક વચેટીયાને આ માટે એક મિલિયન યુરો જેટલી ભારે રકમ આપવામાં આવી હતી. ફ્રાન્સની મીડિયાનો આ અહેવાલ પ્રગટ થયા બાદ બંને દેશો તરફથી રાફેલ ડિલને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે.
ફ્રાન્સનાં પબ્લિકેશન મીડિયાપાર્ટે પોતાની એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2016માં ભારત અને ફ્રાન્સની વચ્ચે રાફેલ ફાઈટર પ્લેનને લઈને સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. એ પછી દસૉએ ભારતના એક વચેટીયાને રકમ આપી હતી. વર્ષ 2017માં દસૉ ગ્રૂપના એકાઉન્ટમાં 508925 યૂરો ગિફ્ટ ક્લાઈટ્સના આધારે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ફ્રાન્સની એન્ટી કરપ્શન એજન્સી AFAએ દસૉના ખાતાનું ઓડિટ કર્યું. મીડિયાપાર્ટની રિપોર્ટમાં ખુલાસો થયા પછી દસૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આ પૈસાનો ઉપયોગ રાફેલ ફાઈટર પ્લેનના 50 મોટા મોડલ બનાવવામાં થયો હતો. જોકે એવા કોઈ મોડલ બન્યા જ નથી.
ફ્રાન્સના રિપોર્ટમાં દાવો છે કે ઓડિટમાં આ વાત સામે આવ્યા પછી પણ કોઈ પણ પ્રકારનું એક્શન નહોતું લેવામાં આવ્યું. જે ફ્રાન્સના રાજનેતાઓ અને ન્યાયિક સિસ્ટમની મિલીભગતને પણ દર્શાવે છે. ફ્રાન્સમાં 2018માં એક એજન્સી Parquet National Financiner (PNF) આ ડિલમાં ગડબડીની વાત કરી હતી. એ સમયે જ ઓડિટ કરવામાં આવ્યું અને આ વાત સામે આવી ગઈ.
એજન્સીએ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો કે દસૉ ગ્રૂપ દ્વારા ભેટમાં આપવામાં આવેલી ધનરાશિનો બચાવ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય કંપની Defsys Solutionsનાં ઈનવોયસ દ્વારા એ દર્શાવવામાં આવ્યું કે 50 મોડલ તૈયાર થયા છે. તેની અડધી રાશિ આપવામાં આવી હતી. દરેક મોડલની કિંમત આશરે 20 હજાર યૂરોથી વધારે હતી.
જોકે તમામ આરોપોનો દસૉની પાસે કોઈ જવાબ નથી અને તેણે ઓડિટ એજન્સીને જવાબ આપ્યા નથી. એ સાથે જ દસૉ એ પણ નથી જણાવી શક્યું કે ભેટ કરવામાં આવેલી આ ધનરાશિ કોને અને શા માટે આપી છે? જે ભારતીય કંપનીનું નામ આ રિપોર્ટમાં લેવામાં આવ્યું છે તેનો પહેલા પણ વિવાદોની સાથે સંબંધ રહ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કંપનીનો માલિક આ પહેલા અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના કેસમાં જેલ જઈ ચૂક્યો છે.
જે મીડિયા પબ્લિકેશન મીડિયાપાર્ટે ફ્રાન્સમાં આ ખુલાસો કર્યો છે, તેના રિપોર્ટર એટલે કે ફિલિપે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સની વચ્ચે જે રાફેલ ડીલ થઈ છે, તેની તપાસ ત્રણ ભાગમાં કરવામાં આવી રહી છે. જેનો આ પ્રથમ જ હિસ્સો છે. જે સૌથી મોટો ખુલાસો છે એ ત્રીજા ભાગમાં કરવામાં આવશે.
વર્ષ 2016માં ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 36 ફાઈટર પ્લેન રફાલ ખરીદવાની ડિલ કરી હતી. જેમાંથી કેટલાક વિમાન ભારતને મળી ચૂક્યા છે. 2022 સુધીમાં બાકીના વિમાન પણ ભારતને મળી જશે. જે સમયે ડિલ થઈ હતી ત્યારે પણ સરકાર વિવાદોમાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની સરકારે ભાજપને નિશાને બનાવી હતી અને રાફેલ મામલે પ્રહાર કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત