Team Chabuk-National Desk : ગત વર્ષે ભારત અને ચીનની સેનાઓની વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ચીનના કેટલા સૈનિકો મોતને ઘાટ ઉતર્યા હતા તેનો આંકડો સામે આવી ગયો છે. લદ્દાખના ગલવાન વિસ્તારમાં ગત વર્ષે જૂનમાં હિંસક ઝડપ થઈ હતી. ત્યારથી ચીન એ વાતનો નનૈયો ભણી રહ્યું હતું અને મગનું નામ મરી પાડવા તૈયાર નહોતું કે તેના એક પણ સૈનિકો શહીદ થયા છે. પણ હવે ચીન તરફથી ઓફિશ્યલ કન્ફર્મેશનનો આંકડો આડકતરી રીતે સામે આવી ગયો છે.
ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેલીએ આ અંગેનું ટ્વીટ કરી ચીની ડ્રેગનની પોલ ખોલી નાખી છે. અખબાર દ્રારા માહિતી મળે છે કે ગલવાનની ઘાટીમાં થયેલી ઝડપમાં ચીનના 4 સૈનિકો મોતને ઘાટ ઉતરી ગયા હતા જેમને હવે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમને ઓનરરી ટાઈટલ્સ અને ફર્સ્ટ ક્લાસ મેરિટ સમ્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Four Chinese soldiers, who were sacrificed in last June's border conflict, were posthumously awarded honorary titles and first-class merit citations, Central Military Commission announced Friday. A colonel, who led them and seriously injured, was conferred with honorary title. pic.twitter.com/Io9Wk3pXaU
— People's Daily, China (@PDChina) February 19, 2021
19 ફેબ્રુઆરીના રોજ ચીનના સેન્ટ્રલ મિલિટ્રી કમીશને આ વાતનું એલાન કર્યું હતું. 4 જવાનો સિવાય તેમનું નેતૃત્વ કરી રહેલા કર્નલનું પણ સમ્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચાર એવા છે કે ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં કર્નલ ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
અખબારથી 4નો આંકડો સામે આવ્યો
જોકે પીપલ્સ ડેઈલી અખબાર દ્વારા આપવામાં આવેલા આંકડાથી એક ચોક્કસ આંકડો તો સામે નથી જ આવી રહ્યો કે ચીનના કેટલા સૈનિકો ભારતીય સૈનિકોના હાથે હણાયા હતા, કારણ કે આ માત્ર સન્માનિત આંકડો છે. બીજી બાજુ સન્માનિત થનારા ઓફિસરોની પણ ઓળખ છતી કરવામાં નથી આવી.
4 Se 40 Accept Karne Me Kuch Mahino Ka Aur Vakt Lag Sakta Hai 😂😂😂😂😂
— Backbencher (@RiseOfIndia4) February 19, 2021
જોકે રોયટર્સની રિપોર્ટના આધારે વાત કરીએ તો શહીદ સૈનિકોના નામ ચૈન હોંગજુન, ચેન જિયાંગ્રોંગ, ઝઆઓ સિયાન અને વાંગ ઝુઓરાન છે. આ એલાન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે લદ્દાખમાંથી ચીની સેના ડિસએન્ગેજમેન્ટમાં વ્યસ્ત છે. સેનાઓ પાછી ફરી રહી છે. બંકર તોડવામાં આવી રહ્યા છે.
Not 4 its 45 …. FORTY FIVE. pic.twitter.com/DulHzry2Ml
— Bharat (@razorb108) February 19, 2021
પણ શું ચીનનો આ દાવો સાચો છે ? ચીનના આ દાવાના કારણે સંશય પેદા થાય છે. સંદેહનું કારણ રિપોર્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના આશરે 45 જેટલા સૈનિકો શહીદ થયા હતા.
રશિયાની TASSની રિપોર્ટ
આ રિપોર્ટ રશિયાની ન્યૂઝ એજન્સી TASSની છે. 11 ફેબ્રુઆરીનાં રોજ આ રિપોર્ટ સામે રાખવામાં આવી હતી. આ રિપોર્ટમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે ગલવાનમાં થયેલી અથડામણમાં ભારતના 20 જ્યારે ચીનના 45 સૈનિકો માર્યા ગયા છે.
How much time to reveal actual no. of casualties?
— Curious (@Curious12602111) February 19, 2021
આ રિપોર્ટના આધારે જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે ચીનના 40 સૈનિકો શહીદ થયા છે. જોકે હું તમને જણાવી દઉં કે આ ફેક ન્યૂઝ છે.
અમેરિકાની રિપોર્ટ
આ સિવાય યુએસ ઈન્ટેલિજન્સની એક રિપોર્ટમાં પણ માર્યા ગયેલા ચીનના સૈનિકોની સંખ્યા 36 બતાવવામાં આવી હતી. એવી ખબર સુત્રો તરફથી મળી હતી. આ વિષય અંતર્ગત જ્યારે ભારતમાં ચીની રાજદુત સુન વેઈડોગને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપવાની ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે આ કારણે સ્થિતિમાં કોઈ સુધાર નથી.
4 Nahi bey wosri k 45 bolo ab bhi sarm aa rhe h…Gav fati toh medal banti… DON'T UNDERESTIMATE THE POWER OF INDIAN SOLDIERS 🇮🇳🇮🇳 JAI HIND
— Praveen Das ❼ (@praveenkr103) February 19, 2021
ઘાટીમાં શું થયું હતું ?
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મે 2020માં સ્ટેન્ડ ઓફ લદ્દાખની ગલવાન ઘાટીમાં શરૂ થયું હતું. જૂનમાં થયેલી હિંસામાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લોઢાના કાંટાથી તૈયાર કરાયેલા ધોકાઓ અને પત્થરની મદદથી મારપીટ થઈ હતી. આ ઘટનામાં ભારતના વીસ જવાનો શહીદ થયા હતા. જોકે ચીન દ્વારા શહીદ થયેલા સૈનિકોનો મૂળ આંકડો તો આજની તારીખે પણ છુપાવવામાં જ આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત