Team Chabuk-National Desk : અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના (NASA) અંતરિક્ષ યાને ભારતીય સમય અનુસાર ગુરૂવારે રાતના બે વાગ્યે ને 25 મિનિટે મંગળ ગ્રહના જેજેરો ક્રેટર પર યાનને સફળતાપૂર્વક લેન્ડ કરાવીને ઈતિહાસ રચી દીધો છે. ધરતી પરથી ટેકઓફ કર્યાનાં સાત મહિના બાદ એ મંગળ ગ્રહ પર પહોંચ્યું છે. આ મિશનને સફળ બનાવવા પાછળ ભારતીય અમેરિકી વૈજ્ઞાનિક ડોક્ટર સ્વાતી મોહને મહત્વની ભૂમિકા નિભાવી હતી. હવે રોવર પર્સેવરેંસ મંગળ ગ્રહમાં જીવનનાં સંકેતોની શોધ શરૂ કરશે.
સ્વાતી મોહન કોણ છે ?
ડોક્ટર સ્વાતી મોહન ભારતીય-અમેરિકી વૈજ્ઞાનિક છે. એક વર્ષની ઉંમરે જ તે અમેરિકા ચાલી ગઈ હતી. ઉત્તરીય વર્જનિયા પ્રાંતના વોશિંગ્ટન ડિસી મેટ્રો ક્ષેત્રમાં તેમનો ઉછેર થયો. મેકેનિકલ અને એરોસ્પેસ એન્જીનિયરીંગમાં કોર્નલ વિશ્વવિદ્યાલયમાંથી બીએસસી અને એરોનોટિક્સ, એસ્ટ્રોનોટિક્સમાં એમઆઈટી અને પીએચડીની ઉપાધિ મેળવી છે. સ્વાતિ નાસાના જેટ પ્રોપેલ્શન પ્રયોગશાળામાં શરૂઆતથી જ માર્સ રોવર મિશનની સભ્ય રહી છે.
આ સાથે જ એ નાસાની વિભિન્ન મહત્વપૂર્ણ મિશનોનો પણ તે ભાગ રહી ચૂકી છે. સ્વાતીએ કૈસિની (શનિ માટેનું મિશન) અને ગ્રેલ (ચંદ્ર પર અંતરિક્ષ યાન ઉડાવવાની યોજના) પરિયોજના પર પણ કાર્ય કર્યું છે. સ્વાતી વર્ષ 2013માં પરિયોજનાની શરૂઆત બાદ જ મિશન મંગળ 2020નું માર્ગદર્શન કરવાની સાથે જ નેવિગેશન અને નિયંત્રણ સંચાલનનું નેતૃત્વ કરી રહી છે. એ માર્ગદર્શન, નેવિગેશન અને કન્ટ્રોલ (GN&C) માટે મિશન કન્ટ્રોલ સ્ટાફિંગ શેડ્યુલ કરે છે.
જ્યારે વિશ્વ આ ઐતિહાસિક ક્ષણને નિહાળી રહ્યું હતું. એ સમયે કન્ટ્રોલ રૂમમાં સ્વાતી મોહન જીએન એન્ડ સી સબસિસ્ટમ અને સમગ્ર પ્રોજેક્ટ ટીમની સાથે કોર્ડિનેટ કરી રહી હતી.
આ અંગે ડોક્ટર સ્વાતી મોહને જણાવ્યું કે, મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટિ થઈ ગઈ છે. હવે આ રોવર જીવનના સંકેતોની શોધ કરવા માટે તૈયાર છે.
વૈજ્ઞાનિકો આશા રાખી બેઠા છે કે મંગળ પર ઉતરેલા આ યાનની મદદથી અંતરીક્ષના કેટલાક વણઉકેલ્યા રહસ્યો શોધવામાં તેમને મદદ મળશે. આ પરિયોજનાની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક કેન વિલિફોર્ડનું કહેવું છે કે, શું આપણે આ વિશાળ બ્રહ્માંડ રુપી રણમાં એકલા છીએ કે કોઈ અન્ય જીવ પણ છે ? શું જીવન ક્યારેય ક્યાંય પણ અનુકૂળ પરિસ્થિતિઓની દેન હોય છે ? આ સમગ્ર માહિતી નાસાના રોવર પરથી મળશે.
યાન પર્સેવરેંસ રોવર 30 જુલાઈ 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોવર મંગળ ગ્રહની સપાટી પર સૂક્ષ્મજીવી જીવનના કેટલાક સંકેતોની ખોજ કરશે અને સાથે સાથે તૂટેલી પહાડીઓ અને ધૂળના નમૂનાઓ એકત્રિત કરશે. આ તમામ નમૂનાઓને આવનારા સમયમાં એક બીજા અભિયાન માટે ધરતીમાં લાવવામાં આવશે. જાણકારી અનુસાર તેને બીજા અભિયાનના માધ્યમથી વર્ષ 2031માં ધરતી પર લાવવામાં આવશે. મંગળ ગ્રહ પર પર્સેવરેંસ રોવર ભૂમિવિજ્ઞાન અને જળવાયુની ઓળખ લગાવશે. આ નાસાનું પાંચમું રોવર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત