વર્ષ 1991. દસમી લોકસભાની ચૂંટણી. 20મી મેએ લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયો અને પછી આવે છે 21 મેની એ કાળી રાત. તામિલનાડુનું શ્રીપેરંબુદુર. રાત્રે દસ વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધી તેમના પક્ષના ઉમેદવાર માર્ગ્થામ ચંદ્રશેખર માટે ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા. સ્ટેજ નજીક પહોંચતાની સાથે જ એક ભયંકર વિસ્ફોટ થયો અને બધું સમાપ્ત થઈ ગયું.
એ વિસ્ફોટે રાજીવ ગાંધીને આપણી વચ્ચેથી છીનવી લીધા. બીજા દિવસે સવારે, કાર્યકારી વડાપ્રધાન ચંદ્રશેખરે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર રાષ્ટ્રને સંબોધન કરતાં, ચૂંટણીના બાકીના બે તબક્કા 3 અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરી.
પહેલા બે તબક્કામાં ઉત્તર ભારતમાં કોંગ્રેસની કામગીરી નિરાશાજનક રહી. પરંતુ બાકીના બે તબક્કાઓમાં ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં કોંગ્રેસ તરફ એક ભારે સહાનુભૂતિની લહેર ઉછળી અને ચૂંટણી પરિણામોમાં 525માંથી 226 બેઠકો મેળવી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી.
પરંતુ આ પરિણામોમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. ક્રિકેટની ભાષામાં કહીએ તો 2003માં વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યારે દક્ષિણ આફ્રિકા પહોંચી. આ સમયે મેચ રમતા પહેલા જ શેન વોર્નની વિકેટ પડી ગઈ. શેન વોર્ન ડોપ ટેસ્ટમાં અસફળ રહેતા ટીમમાંથી બહાર થઈ ગયો.
રાજીવ ગાંધીની હત્યા બાદ એમની આશાઓ પર પાણી ફરી વળ્યું જે પ્રધાનમંત્રી પદના દાવેદાર હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય નાણાં અને વિદેશમંત્રી નારાયણ દત્ત તિવારી નૈનિતાલ લોકસભા સીટ પરથી હારી ગયા હતા. ભાજપના બલરાજ પાસી સામે નારાયણ દત્ત તિવારીની લગભગ 11 હજાર મતથી હાર થઈ હતી. આ હારથી તિવારીનું પ્રધાનમંત્રી બનવાનું સપનું પણ તુટી ગયું અને પી વી નરસિંહ રાવને પ્રધાનમંત્રી તરીકે 7 રેસકોર્સ જવાનો અવસર મળ્યો.
રાજીવ ગાંધીએ ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.. UKમાં રાજીવ ગાંધે અભ્યાસ કર્યો હતો. ૧૯૬૬માં તેઓ ભારત પરત ફર્યા હતા. રાજીવ ગાંધી ઇન્ડિયન એરલાઇન્સમાં પાટલોટ પણ રહ્યા. 1968માં તેમના લગ્ન સોનિયા ગાંધી સાથે થયા. રાજીવ ગાંધીએ પ્રથમ અમેઠી લોકસભા બેઠક જીતી હતી.
1984માં માતા ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ. ત્યારબાદ માતાની જવાબદારી પોતે સંભાળી અને સર્વ સમંતિથી વડાપ્રધાન પદ સંભાળ્યું. રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન બે મોટા વિવાદો સર્જાયા હતા. એક ભોપાલ ગેસ દુર્ઘટના અને શાહબાનો કેસનો વિવાદ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. ૧૯૮૭માં ચર્ચામાં આવેલા બોફોર્સ કૌભાંડમાંતેમની ભ્રષ્ટાચારમુક્ત છબીને નુકસાન થયું હતું.
૧૯૯૧ની ચૂંટણી સુધી રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. પ્રચાર દરમિયાન LTTE દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં તેમનું અવસાન થયું હતું અને દેશ આખો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. શ્રીલંકા સ્થિત લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)એ આતંકી સંગઠન હતું. જે 1976થી ચાલી રહ્યું હતું. વેલ્લુપિલ્લાઈ પ્રભારકરન આ આતંકી સંગઠનનો વડો હતો.
શ્રીલંકામાં તમિલ ટાઇગર્સને ખતમ કરવા રાજીવ ગાંધીએ ભારતીય સેનાને કોલંબો મોકલી હતી. એટલે તમિલ ટાઇગર્સે રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું રચ્યું હતું..ચેન્નઈ પાસે એક ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીને મળવા દરમિયાન લિટ્ટે સંગઠનની આત્મઘાતી હુમલાવાર મહિલાએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં રાજીવ ગાંધીનું નિધન થયું હતું. રાજીવ ગાંધીની હત્યાબાદ લોકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો.
રાજીવ ગાંધીને મરણોપરાંત ભારત રત્ન મળ્યો છે. 1991માં ભારત સરકારે રાજીવ ગાંધીને મરણોપરાંત ભારત રત્નથી પુરસ્કૃત કર્યા હતા.