Homeગામનાં ચોરે‘ડુ યુ લવ મી’ સોંગ પર ડાન્સ કરતો આ રોબોટ બન્યો કેવી...

‘ડુ યુ લવ મી’ સોંગ પર ડાન્સ કરતો આ રોબોટ બન્યો કેવી રીતે ?

TheChabuk-Tech Desk :કોરોનાકાળમાં રોબોટ દર્દીઓને ભોજન પીરસીને ચર્ચામાં રહ્યા. કોરોનાકાળ દરમિયાન દુનિયાને એવા રોબોટ મળ્યા જે દર્દીની સેવા કરી શકે. પરંતુ આ વખતે દુનિયાને ફરી એકવાર નવા રોબોટ મળ્યા છે. આ રોબોટનું કારનામું એવું છે જે પહેલાં ક્યારેય જોયું નથી. રજનીકાંતની ફિલ્મ રોબોટમાં આપણે રોબોટને સ્ટંન્ટ કરતાં જોયા છે. કેટલીક જગ્યાએ થોડો ડાન્સ પણ જોયો છે. પરંતુ એ ફિલ્મ હતી. તેમાં એનિમેશન હોઈ શકે છે. જો કે, હાલ દુનિયાભરમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને લોકોના મોઢામાંથી એક જ શબ્દ નીકળી રહ્યો છે. OMG. આ વીડિયો છે ડાન્સિંગ રોબોટનો. લો તમે પણ જોઈલો આ વીડિયો.

‘ડૂ યુ લવ મી’  પર ઝુમ્યા રોબોટ !

હાલ માણસોની જેમ જ સંગીતના તાલે ઝુમતા આ ડાન્સિંગ રોબોટ વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. રોબોટને ડાન્સ શીખવાડવા માટે એન્જિનિયર્સને દોઢ વર્ષનો સમય લાગ્યો છે. તો 3 મીનિટનો વીડિયો બનાવવા માટે બે દિવસનો સમય લાગ્યો છે. રોબોટ 1962માં ધૂમ મચાવનારા અંગ્રેજી ગીત ડૂ યુ લવમી પર ઝુમી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં આ ડાન્સિંગ રોબોટનો વીડિયો કરોડો લોકોએ જોઈ લીધો છે.

માત્ર ડાન્સ જ નહીં આવું પણ આવડે છે !

રોબોટ બનાવનારા બોસ્ટન ડાયનેમિક્સ હ્યૂમનાઈડ એટલસ રિસર્ચના રોબોટ માત્ર સંગીતના તાલે કમર જ નથી હલાવતા. આ રોબોટ બટાકાને પીસી શકે છે. તો કેટલાક રોબોટને તો ગોડાઉનમાંથી સામાન પણ લાવી અને લઈ જઈ શકે છે. કંપનીના સંસ્થાપક માર્ક રેબર્ટનું કહેવું છે કે, રોબોટ બનાવનારા લોકો કેટલું શીખી શકે છે તે મહત્વનું છે. તેમનું કહેવું છે કે, રોબોટને તૈયાર કરતી વખતે તેમા બદલાવ લાવવો, તેને મજબૂત બનાવવો અને તેમાં કેટલુંક અલગ કરવું એ નિર્માણ પ્રક્રિયાનો સૌથી મહત્વનો હિસ્સો છે. જેનાથી રોબોટ બનાવનારા લોકોની કામ કરવાની ક્ષમતા વધે છે. આ જ રોબોટ ડિઝાઈનિંગનો પણ મહત્વનો ભાગ છે જેના માટે એન્જિનિયર આકરી મહેનત કરે છે.

વિશેષ ડિવાઈસના કારણે શક્ય બન્યું

ડાન્સિંગ રોબોટ માટે એન્જિનિયર્સે 28 એક્ટુએટર્સ ડિવાઈસનો ઉપયોગ કર્યો છે. જે માંસપેશીની જેમ કામ કરે છે. આ ડિવાઈઝ ઈલેક્ટ્રોનિક સિગ્નલને ગતિશીલતા આપે છે અને જાયરોસ્કોપમાં તેનામાં સંતુલન બનાવી રાખે છે. આ સાથે ત્રણ ક્વાડકોર ઓનબોર્ડ કમ્પ્યુટરની મદદથી સિગ્નલ દ્વારા ડાન્સ દરમિયાન રોબોટ પર નિયંત્રણ રાખી શકાય છે.

રોબોટનું પ્રશિક્ષણ સૌથી મોટો પડકાર

માર્કે કહ્યું કે, રોબોટને શીખવવું અથવા તો તેને પ્રશિક્ષણ આપવું સૌથી મોટો પડકાર હોય છે. તેમાં પણ જો વાત ડાન્સની હોય તો તે વધુ મુશ્કેલ બની જાય છે. કારણ કે ડાન્સિંગમાં સંતુલનની બહુ મોટી ભૂમિકા હોય છે. બોસ્ટન ડાયનેમિક્સના એન્જિનિયર્સે એવી ટેકનિક વિકસિત કરી છે જેનાથી રોબોટ ડાન્સ દરમિયાન કૂદે તો સંતુલન યથાવત રહે છે. આમ, નુકસાનથી પણ બચી શકાય છે.

લોકોએ ડાન્સિંગ રોબોટ વિશે શું કહ્યું ?

રોબોટને ડાન્સ કરતા જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કેટલાક લોકોએ તો એવી કોમેન્ટ કરી કે તેમને આ જોઈને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે રોબોર્ટ આટલો સારો ડાન્સ કરી શકે. કેટલાક લોકોએ રોબોટના ડાન્સ સાથે સાથે રોબોટ બનાવનારા એન્જિનિયર્સના પણ મન ભરીને વખાણ કર્યા. અને એન્જિનયર્સનો ઉત્સાહ વધાર્યો. કેટલાક લોકોએ પહેલાં આ રોબોટ પર વિશ્વાસ ન કર્યો અને કહ્યું કે, આ એનિમેશન છે. જો કે, એવું બિલકુલ ન હતું. આ વીડિયોમાં રોબોટ ખરેખર ડાન્સ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments