Team Chabuk-National Desk : ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર ખાતે મિર્ઝાપુર વેબ સિરીઝ પર થયેલા કેસની તપાસ માટે પહોંચેલી મિર્ઝાપુર પોલીસની મુંબઈ પોલીસકર્મીઓ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ ત્યારે સર્જાયો જ્યારે પોલીસ અભિનેતા ફરહાન અખ્તરના ઘરે પૂછતાછ માટે પહોંચી હતી.
મહત્વની વાત એ છે કે કોઈ બીજા રાજ્યમાંથી અન્ય રાજ્યમાં પ્રવેશેલી પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસના નેડલ ઓફિસર એટલે કે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીની પરવાનગી લેવી પડતી હોય છે. હવે મિર્ઝાપુરની પોલીસ છેલ્લા બે દિવસથી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અકબર પઠાણની ઓફિસના ચક્કર લગાવી રહી છે. જોકે ડિસીપી અકબર પઠાણ હાજર ન હોવાના કારણે મિર્ઝાપુરની પોલીસને પરવાનગી નથી મળી રહી અને રોજના ધક્કા ખાવા પડી રહ્યા છે.
ગુરૂવારે સવારે મિર્ઝાપુર પોલીસ અંધેરીમાં સ્થિત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીની ઓફિસે પહોંચી હતી પણ મુંબઈ પોલીસનો કોઈ સહયોગી મળ્યો નહોતો. એ પછી મિર્ઝાપુર પોલીસ અંધેરીમાંથી નીકળીને ખારમાં પહોંચી હતી. જ્યાં તેઓ ફરહાન અખ્તરની પૂછપરછ કરવાના હતા.
મિર્ઝાપુર પોલીસ તપાસ કરવા માટે પહોંચી ગઈ છે તેની મુંબઈ પોલીસને તાત્કાલિક ખબર પડી ગઈ હતી. પોલીસે ત્યાંની સ્થાનિક ખાર પોલીસને સૂચના આપી હતી. ખાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ફરહાન અખ્તરના ઘરે પહોંચ્યા હતા અને ફરહાન અખ્તરના ઘર પર ઉત્તર પ્રદેશ અને મિર્ઝાપુર પોલીસ વચ્ચે માથકૂટ થઈ હતી. મુંબઈ પોલીસે મિર્ઝાપુર પોલીસને કહ્યું હતું કે, નિયમોનું પાલન કરો અને પરવાનગી લઈને આવો એ પછી જ પૂછતાછ થઈ શકશે. આ ધમાલ પછી મિર્ઝાપુરની પોલીસ ફરહાન અખ્તરના ઘરની બહાર નીકળી હતી.
તાંડવ પછી હવે મિર્ઝાપુર વેબ સિરીઝ પર પણ કેસ થઈ ચૂક્યો છે. કેસની તપાસને લઈ મિર્ઝાપુરની પોલીસ મુંબઈ પહોંચી છે. મિર્ઝાપુર વેબ સિરીઝ ઉપર મિર્ઝાપુરના અરવિંદ ચતુર્વેદીએ પોલીસ કમ્પલેન દાખલ કરી છે. આ કેસ જ્યાં દાખલ થયો છે તે કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન છે. 17 જાન્યુઆરીના રોજ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મિર્ઝાપુરની છબિ ખરડાવવી અને વિશેષ જાતિની ભાવનાને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કેસમાં લખ્યું છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ