Homeવિશેષલગ્ન પછી મહિલાઓએ આધાર કાર્ડમાં એડ્રેસ અને અટક બદલવા શું કરવું ?...

લગ્ન પછી મહિલાઓએ આધાર કાર્ડમાં એડ્રેસ અને અટક બદલવા શું કરવું ? જાણો સમગ્ર પ્રક્રિયા

Team Chabuk-Special Desk: આધાર કાર્ડની જરૂર તમને સ્કૂલમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા માટે પડે છે. પરંતુ જો તમે તમારું ઘર બદલો છો તો તમારા આધાર કાર્ડમાં એડ્રેસ પણ બદલાય જાય છે. સામાન્ય રીતે લગ્ન કર્યા પછી મહિલાઓ પોતાનું ઘર છોડીને પતિના ઘરે રહેવા જાય છે. લગ્ન પછી જો તમે તમારી પત્નીનું એડ્રેસ બદલવા માગો છો તો તેના માટે ઘણી બધી રીત છે. અહીં અમે તમને જણાવીશું કે લગ્ન પછી આધાર કાર્ડમાં મહિલાનું એડ્રેસ કેવી રીતે બદલવું.

આધાર સેન્ટર પર બદલવા જવું

જો તમે તમારી પત્નીનું આધાર કાર્ડ બદલવા માગો છો તો તેના માટે તમારે તમારી પત્ની સાથે નજીકના આધાર કાર્ડ સેન્ટર જવું પડશે. આધાર કાર્ડ સેન્ટરમાં હાજર ઓપરેટર પાસેથી એડ્રેસ ચેન્જ કરવા માટે અપડેટ ફોર્મ લઈ તે ફોર્મમાં માગવામાં આવેલી જાણકારી સબમિટ કરવી અને જે એડ્રેસ અપડેટ કરવાનું તે લખવું. તે સાથે જ પતિના આધાર કાર્ડની કોપી એડ્રેસ પ્રૂફ તરીકે જોડવાની રહેશે.

aadhar card address change

તેમજ તેની સાથે તમે મેરેજ સર્ટિફિકેટ અથવા મેરેજ કાર્ડ પણ જોડી શકો છો. તેના પછી બાયોમેટ્રિક માટે તમારો ફોટો લેવામાં આવશે. થોડા દિવસમાં તમારું કાર્ડ અપડેટ થઈ જશે અને જો તમે ઈચ્છો તો તમે રજિસ્ટર્ડ સરનામા પર નવું આધાર માગી શકો છો અથવા પછી તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

અટક આ રીતે બદલી શકો છો

લગ્ન પછી ઘણી મહિલાઓઓ પોતાના પતિની અટકનો ઉપયોગ કરે છે. જો તમે પણ તમારા પતિની અટકનો ઉપયોગ કરવા માગો છો તો તેના માટે તમારે આધાર કાર્ડ સેન્ટરમાં જવું પડશે. તમારે માત્ર આધાર કાર્ડમાંથી મળેલા અપડેટ ફોર્મમાં જ અટક બદલવાની માહિતી એન્ટર કરવાની રહેશે. પુરાવા તરીકે તમારે તમારું લગ્નનું કાર્ડ પ્રૂફ તરીકે સબમિટ કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે લગ્ન પછી અટક બદલવા માટે મેરેજ કાર્ડ અથવા મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments