Homeગામનાં ચોરેદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત

Team Chabuk-National Desk: દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે સિક્યોરિટી ડિપોઝિટ પર જામીન આપ્યા છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે આ નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. હરિયાણાની ચૂંટણી પહેલા કેજરીવાલનું જેલમાંથી બહાર આવવું આમ આદમી પાર્ટી માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

arvind kejriwal

જામીન માટેની શરતો

  • અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં.
  • કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં.
  • કેસ સંબંધિત બાબતો પર જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી કરશે નહીં.
  • તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.
  • જો જરૂર પડશે તો તે ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.

મહત્વનું છે કે, લિકર પોલિસી કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને પહેલી એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે જામીન આપવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. બીજી જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય 177 દિવસનો થશે. જો મુક્તિના 21 દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ 156 દિવસ જેલમાં રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments