Homeતાપણુંગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પત્નીને નોટિસ મોકલી, કહ્યું- પત્ની કહ્યામાં નથી

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પત્નીને નોટિસ મોકલી, કહ્યું- પત્ની કહ્યામાં નથી

Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના લગ્નજીવનમાં ભૂકંપ સર્જાયો છે. ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે પત્નીને જાહેર નોટિસ પાઠવી છે. ભરતસિંહ સોલંકીએ પત્નીને નોટિસ મોકલીને કહ્યું છે કે, તેમના પત્ની કહ્યામાં નથી અને મનસ્વી વર્તન કરે છે. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિએ તેમની પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કરવી નહીં અને જો આમ થશે તો તેના માટે ભરતસિંહ સોલંકી જવાબદાર રહેશે નહીં.

ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું છે કે, ‘અમારા બન્ને વચ્ચે લાંબા સમયથી મનમેળ નથી. તેઓ મારી સાથે મનસ્વી રીતે વર્તે છે. મારા ઘરે આવીને રહે છે છતાં કોઈપણ વાતચીત કરતાં નથી. શરૂઆતમાં આ બાબતે મે સમજાવટથી સમાધાન લાવવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈ સુખદ અંત આવ્યો નથી. બાદમાં તેમના કુટુંબીજનોની મધ્યસ્થી કરાવી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. મને ખબર નથી કે ભવિષ્યમાં તેઓ શું કરવા માગે છે. મને તકલીફ પહોંચે તેવું તેઓ કરવા માંગતા હોય એવો મને ભય છે.’

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ વકીલ કે.પી. તપોધન મારફતે પત્નીને લીગલ નોટિસ પાઠવી છે. ભરતસિંહે આ નોટિસમાં કહ્યું છે કે, તેમના પત્ની રેશ્મા પટેલ તેમના કહ્યામાં નથી. રેશ્મા પટેલ ચાર વર્ષથી ભરતસિંહ સોલંકી સાથે નથી રહેતા અને મનસ્વી રીતે વર્તન કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments