Haydrabad Team Chabuk : રાજા મહારાજાઓના સમયનો જમાનો પૂર્ણ થઈ ગયો છે. એ દિવસો કેવા હશે તેની યાદ આવ્યા વિના ન રહે. એ યાદને તાજી કરવા માટે જ્યાં ત્યાં રખડપટ્ટી કરવી પડે. તેલંગણાનું હૈદરાબાદ. સાઉથની ફિલ્મોના કારણે ભારતભરમાં મશહૂર છે. બોલિવુડ બિયોન્ડ કોઈ છે તો એ સાઉથ છે. કેટલાક અંશે બોલિવુડને પણ સાઉથનો સહારો લેવો પડે છે. તો પછી ટેકણલાકડી થયું કોણ કહેવાય ? આજે હૈદરાબાદી બિરયાની નામે પ્રવાસ લેખની ચાબુક શરૂઆત કરે છે. પહેલા ઘુમવા જઈએ ગોલકોંડાના કિલ્લાને. હૈદરાબાદનો ગોલકોંડા કિલ્લો ઈતિહાસને સાથે લઈને ઊભો છે. હૈદરાબાદની મુલાકાત લો તો આ કિલ્લાને જોવાનું ચૂકતા નહીં. આ કિલ્લો પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે.

ગોલકોંડાનો આ કિલ્લો હુસેન સાગર તળાવથી 9 કિલોમીટરની દુરી પર સ્થિત છે. જેની શરૂઆત 13મી સદીમાં કાકતિયા રાજવંશ દ્રારા કરવામાં આવી હતી, પરંતુ તેનું કામ 16મી સદીમાં પુર્ણ થયું હતું. કેટલીક રીતે રાજસ્થાનમાં આવેલા કુલધારા પાસે પહોંચી ગયા હોઈએ તેવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. દૂરથી એમ જ લાગે કે હા કુલધરા જ છે. જે ગામડાને છોડી બ્રાહ્મણો ચાલ્યા ગયા હતા. નજીક પહોંચો તો લાગે કે નહીં આ વસ્તુ જ કંઈક અલગ છે બોસ. ચાબુકની સ્ટાઈલમાં ભોંકાલ છે.
આ કિલ્લાના નિર્માણની શરૂઆત કેવી રીતે થઇ તે પણ જાણવા જેવું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક દિવસ ભરવાડના છોકરાને પહાડી પર મૂર્તિ મળી આવી હતી. તત્કાલીન શાસક કાકતિયા રાજાને જ્યારે આ મૂર્તિ વિશે જાણવા મળ્યું. તો તેને પવિત્ર સ્થાન માનીને તેની ચારેય બાજુ માટીનો એક કિલ્લો બનાવી દીધો. જે આજે ગોલકોંડાના નામથી ઓળખાય છે. માટીનો કિલ્લો બનાવ્યો !! તો પછી વિસ્તાર તો જુઓ. ફરી ફરીને ટાંટીયા દુખી જાય.

ગોલકોંડા કિલ્લો, જેને ગોલકોંડા (તેલુગુ: ‘ભરવાડોની ટેકરી’) તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભારતના તેલંગાણા, હૈદરાબાદમાં સ્થિત કુતુબ શાહી વંશ (1512-1687)ના સમયમાં નિર્માણ પામ્યો હતો. ખાસ કરીને કલ્લૂર ખાણ અને ગોલકોંડા મોટા હીરાના વેપાર કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું હતું. જેને ગોલકોંડા ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રે ત્યાંથી વિશ્વના કેટલાક પ્રખ્યાત હીરા ઉત્પન્ન થયા છે. જેમાં રંગહીન કોહ-એ-નૂર (હવે યુનાઇટેડ કિંગડમમાં આવેલ છે), વાદળી હોપ (યુનાઇટેડ સ્ટેટસ), ગુલાબી દરિયા-એ-નૂર (ઈરાન), સફેદનો સમાવેશ થાય છે. રીજન્ટ (ફ્રાન્સ), ડ્રેસ્ડન ગ્રીન (જર્મની), અને રંગહીન ઓર્લોવ (રશિયા), નિઝામ અને જેકબ (ભારત), તેમજ હવે ખોવાયેલા હીરા ફ્લોરેન્ટાઇન યલો, અકબર શાહ અને ગ્રેટ મોગુલ.

કોહિનૂર હીરાથી પ્રખ્યાત થયેલા હૈદરાબાદના ગોલકોંડા કિલ્લાની બીજી પણ એક ખાસિયત છે. આ કિલ્લામાં પ્રવેશ કરતાંની સાથે જ થોડી દૂરી પર એન્ટ્રી ગેટ સ્થિત તાળી પાડવાથી તેનો અવાજ 400 મીટર સુધી મહેલમાં સાંભળવા મળે છે. ગુંબજ નીચે ઊભા રહી તાળી પાળો જેનો અવાજ સરાઉન્ડીંગમાં સાંભળવા મળે. જો બધા આવું કરતાં હોય એનો મતબલ એ નથી કે એમને કંઈ થઈ ગયું છે. થોડીવારમાં તમે પણ આમ જ કરતાં નજરે ચડો.
કિલ્લાના ગુપ્ત માર્ગો
બાલા હિસાર ગેટ ગોલકોંડાનો મુખ્ય પ્રવેશદ્વાર છે. જે પૂર્વ દિશામાં બનેલો છે. ગોલકોંડા કિલ્લાનો સૌથી ઉપરનો ભાગ બાલા હિસાર છે. જે કિલ્લાથી કેટલાક કિલોમીટરની દુરી પર છે. કહેવામાં આવી રહ્યું છે કે દરબાર હોલ અને મહેલની વચ્ચે એક ગુપ્ત માર્ગ આવેલો છે જ્યાંથી ચારમીનાર પણ જઈ શકાય છે. કિલ્લાના પ્રવેશદ્વારની સામે જ એક દીવાલ છે. જે રાજ્યોના સૈનિકો અને હાથીઓને આક્રમણથી બચાવવામાં મદદ રૂપ થતી હતી.

કિલ્લાની ખાસ વાત
- આ કિલ્લો 400 ફીટની ઉંચાઇની પહાડી પર આવેલો છે
- કિલ્લામાં 8 દરવાજા અને 87 ગઢ છે
- કિલ્લાનો મેઇન દરવાજો ફતેહ દરવાજો
- ફતેહ દરવાજો 13 ફીટ પહોડો અને 225 ફુટ લાંબો છે
- દરબાર હોલથી આ કિલ્લાના નજારો અદભુત દેખાઇ છે
- દરબાર હોલનું નિર્માણ પહાડીની ટોંચ પર કરવામાં આવ્યું છે
- આ દરબાર હોલ સુધી પહોંચવા માટે 1000 સીડીઓ ચડવી પડે છે
કિલ્લાની અંદર બીજું શું શું છે ?
કિલ્લામાં અન્ય ઇમારતો પણ આવેલી છે જેમાં હથિયાર ઘર, હબ્સી કમાન્સ (અબીસ્સિયન મેહરાબ), ઉંટનો તબેલો, તારામતી મસ્જિદ, ખાનગી ઓરડાઓ (કિલવત), નગીના બાગ, રામસાસાનો કોઠો, મુર્દા સ્નાન ઘર, અંબર ખાના, કોર્ટ રૂમ. આ દરેક બુર્જ પર અલગ અળગ ક્ષમતાના તોપ આવેલા છે. કિલ્લાની અભેદ સુરક્ષા તરીકે અને મધ્યયુગના દક્કનના કિલ્લાઓમાં આ કિલ્લાની ગણતરી સૌથી મજબૂત કિલ્લા તરીકે થાય છે.

કિલ્લાનો સંક્ષિપ્ત ઇતિહાસ
આ કિલ્લાનું નિર્માણ વારંગલના રાજાએ 14મી સદીમાં કર્યુ હતું. ત્યારબાદ તે બહમની રાજાઓના હસ્તક થઈ ગયો અને મુહમ્મદ નગર તરીકે ઓળખાવવા લાગ્યો હતો. કાકતિયાના પ્રતાપ રુદ્રએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, પરંતુ ત્યારબાદ કિલ્લા પર મુસિનરી નાયકે કબ્જો કરી લીધો હતો. તેઓએ તુગલકી સેનાને વારંગલમાં હરાવ્યા હતાં.
ઇ.સ 1512માં તે કુતુબશાહી રાજાઓના અધિકારમાં ગયો ત્યારબાદ વર્તમાન હૈદરાબાદના શિલાન્યાસના સમય સુધી તેની રાજધાની રહ્યો. ત્યારબાદ 1687માં તેને ઓરંગઝેબે જીતી લીધો હતો.
આ શહેર અને કિલ્લાનું નિર્માણ ગ્રેનાઇટથી 120 મીટરની ઉંચાઇ પર કરવામાં આવ્યુ હતું. જે વિશાળ દિવાલોથી ધેરાયેલુ છે. જેમાં આઠ દરવાજાઓ આવેલા છે. આ ઉપરાંત પથ્થરોથી ત્રણ કિ.મી. લાંબી મજબૂત દિવાલ પણ નિર્માણ પામેલી છે.
ગોલકોંડામાં શાસક વંશ
- કાકતિયા કિંગ્સ
- મુસુનુરી નાયકસ
- બહામણી સુલતાન
- કુતુબ શાહી વંશ
- મોગલ સામ્રાજ્ય
નયા કિલ્લા (નવો કિલ્લો)
નયા કિલ્લા એ ગોલકોંડા કિલ્લાનું વિસ્તરણ છે. જે શહેરની અંદર જમીન અને વિવિધ એનજીઓની માલિકી ધરાવતા ખેડૂતોનો વિરોધ હોવા છતાં હૈદરાબાદ ગોલ્ફ ક્લબમાં ફેરવાયું હતું. નવા કિલ્લાના અસ્ત્રો ઘણાં ટાવરવાળા રહેણાંક વિસ્તાર પછી શરૂ થાય છે અને હાટિયાં કા ઝાડ (હાથીનાં કદનાં ઝાડ) – એક પ્રચંડ ઘેરાયેલું પ્રાચીન બાઓબાબ વૃક્ષ. તેમાં યુદ્ધ મસ્જિદનો પણ સમાવેશ છે. આ સાઇટ્સ ગોલ્ફ કોર્સને કારણે પ્રતિબંધિત વિસ્તાર હેઠળ આવે છે.

કુતુબ શાહી કબરો
કુતુબ શાહી સુલ્તાનોની કબરો ગોલકોંડાની બાહ્ય દિવાલથી લગભગ એક કિલોમીટર ઉત્તરમાં આવેલી છે. આ રચનાઓને સુંદર કોતરવામાં આવેલા પથ્થરોથી બનેલી છે અને તેની આસપાસ બગીચા છે જેની ઘણા લોકો મુલાકાત લે છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ
ગોલકોંડા કિલ્લો અને હૈદરાબાદના કુતુબ શાહી વંશના સ્મારકો (ચારમિનાર, અને કુતુબ શાહી કબરો)ને વર્ષ 2010 માં ભારતના કાયમી પ્રતિનિધિ દ્વારા યુનેસ્કો સમક્ષ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે વિચારણા માટે રજૂ કરાયા હતાં. જેઓ હાલમાં ભારતની ‘સૂચિ’ માં સામેલ છે.
સમય
સવારે 8 કલાકથી લઈ સાંજે 5.30 કલાક સુધી પ્રવાસી ગોલકોંડાની મુલાકાત લઈ શકાય છે. હા પ્રવાસીઓ માટે આ કિલ્લાની મુલાકાત લેવા માટે વહેલી સવારે પ્રવેશ કરવો અનિવાર્ય છે, કારણ કે કિલ્લાને ફરવા માટે સમય વધુ લાગતો હોવાના પગલે અને કિલ્લાની ખુબસુરતી માણવામાં ખાસ્સો સમય ચાલ્યો જાય છે.
ટીકીટનો દર
- ભારતીય લોકો 50 રૂપિયા વ્યકિત દીઠ
- વિદેશી પ્રવાસીઓ માટે 200 રૂપિયા વ્યકિત દીઠ
- કેમેરા ચાર્જ 25 રૂપિયા
- લાઇટ એન્ડ સાઉન્ડ શો 130 રૂપિયા
- પ્રવાસીઓને કઇ રીતી જવું
રાજય કે દેશ બહારથી આવી રહેલા પ્રવાસીઓ માટે હૈદરાબાદ સ્થિત ગોલકોંડા કિલ્લા સુધી જવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આવેલું છે. ત્યાંથી દેશ કે રાજ્ય બહારના પ્રવાસીઓ મુસાફરી કરી શકે છે. પ્રવાસીઓને એરપોર્ટથી કિલ્લા સુધી જવા માટે એરપોર્ટથી પણ બસની સુવિધા આપેલી છે, જેમાં એરપોર્ટથી એલ બી નગર સુધીની બસનું ટ્રાવેલ પ્રવાસીએ કરવાનું રહેશે. બસ ટિકિટ 212 રૂપિયા છે જ્યારે ટેક્સી દ્વારા પણ એરપોર્ટથી એલબી નગર આવી જઇ શકો છો, જેનું ભાડુ 800 થી 900 રૂપિયા સુધીનું રહેશે. ત્યારબાદ એલબી નગરથી તેલંગણાની 300 નંબરની સીટીબસમાં મહેંદીપટનમ જઈ શકો છો. ત્યાંથી સેટવેન સર્વિસ બસ 10 રૂપિયામાં ગોલકોંડા કિલ્લા સુધી લઈ જશે. આ ઉપરાંત પ્રવાસી એરપોર્ટથી ટેક્સી દ્વારા સીધી ગોલકોંડા કિલ્લા પણ સફર કરી શકે છે.
(ક્રમશ:)