Homeવિશેષએક બાજુ મંત્રી મંડળની મીટીંગ બીજી બાજુ સંભોગ

એક બાજુ મંત્રી મંડળની મીટીંગ બીજી બાજુ સંભોગ

પંજાબની રિયાસત પ્રતિષ્ઠિત હતી. તેના શાસન, તેના શાસકો અને તેની રંગરેલીયોના કારણે. ભુપિન્દરસિંહ બાદ પ્રાઈમ મિનિસ્ટરની રંગરેલીયાઓએ ચર્ચા જગાવી હતી. એ મીટીંગ કરવાની જગ્યાએ મૈટીંગ કરતો હતો. સમયનો લાંબો પંથ કપાણો પણ કોઈને ખ્યાલ ન આવ્યો કે પરદાની આડે પ્રાઈમ મિનિસ્ટર છે જ નહીં. એ તો ગુફામાંથી નીકળી ગયા છે. પથારી ગરમ કરવા માટે. ઉત્તેજનાનું શમન કરવા માટે.

ગુલામ ગિલાની કપૂરથલાના પ્રાઈમ મિનિસ્ટર બન્યા. એકદમ તાનાશાહી દિમાગ હતો એમનો. કામ કરવું હોય તો કરે નહીંતર ના પાડી દે. તેમની સામે કોઈ ન થતું. તેના વિશે કહેવાતું હતું કે, ઈટાલીમાં જેવી મુસોલિનીની અને મૈસૂરમાં હૈદર અલીની ધાક છે તેવી આણ તેઓ વર્તાવવા માગતા હતા. આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે ?

મહારાજાને પણ તેઓ ગણકારતા નહોતા. વાત વાતમાં ગુસ્સે થઈ જતા હતા. નેપાળમાં જે રીતે રાજા લોકોનું શાસન ચાલે છે. બસ તેવું જ શાસન પ્રાઈમ મિનિસ્ટર ગિલાની ચલાવતા હતા. મહારાજા તો એવી રીતે હાસિયામાં ધકેલાય ગયા હતા, જેમ ફુલસ્કેપના ચોપડામાં હાસિયા હોય. જે આમ કામના ખરા, પણ આમ કંઈ નહીં.

એમના મંત્રી મંડળની બેઠકો રોજ થતી હતી. દિવાનખાનામાં એ મંત્રી મંડળની બેઠકો થતી અને એ દિવાનખાનું રાજકુમારી ગોબિન્દ કૌરની નજીક આવેલું હતું. ગૌબિન્દ કૌર સુંદર હતી. તેને ફક્ત સુંદર કહેવી એ સુંદરતાની ઉપેક્ષા કરી કહેવાય. એ સુંદર હતી. તેના સ્તન મોટા હતા. પાતળી કમર હતી. તલવાર જેવી ધારદાર આંખો હતી. સપાટ પેટ હતું. જેને એક વખત જોઈ કોઈ પણ તેના પ્રત્યે આકર્ષિત થઈ જાય.

તેનો સંબધ મહારાજા નિહાલ સિંહ સાથે હતો. નિહાલ સિંહની તે પુત્રી થતી હતી અને કપૂરથલાના નરેશ ખરકસિંહની તે બહેન હતી. ગુલામ ગિલાનીએ પોતાની કામોત્તેજના શાંત કરવા માટે અલગ હરમ બનાવીને રાખ્યું હતું. જેમાં એક જુઓ તો એક ભૂલી જાવ તેવી સુંદરીઓ હતી, પણ ઈશ્ક અને વાસનામાં ફર્ક હોય છે. એ ગોબિન્દ કૌરના ઈશ્કમાં ગળાડૂબ હતા.

એ સમયે રિયાસતમાં મુસ્લિમ પ્રાઈમ મિનિસ્ટર રાખવામાં આવતા હતા. તેમના કારણે રાજ્યના અન્ય મંત્રીઓને પણ ઉર્દુ અને ફારસી શીખવું ફરજીયાત હતું. મુઘલિયા સલ્તનતનો તો વીટો વળી ગયો હતો આમ છતાં મુસ્લિમ પ્રાઈમ મિનિસ્ટરો તેમની બુદ્ધીના કારણે પદભાર ગ્રહણ કરતા હતા.  

ગિલાની હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો. અરબના મુસ્લિમ વંશજનો હતો. જેના વંશજોએ એક સમયે ભારત પર હુમલાઓ કર્યા હતા. હુમલા કર્યા પછી તેમના કેટલાક વંશજો જાલંધર અને લાહોરમાં વસવાટ કરવા લાગ્યા હતા.

તેઓ મંત્રી મંડળની જ્યારે પણ મીટીંગ કરતાં ત્યારે તેમની પાછળની બાજુ એક સુંદર બગીચો દેખાતો હતો. મીટીંગના એ ભાગની બાજુમાં ગિલાનીએ એક સુરંગ બનાવી હતી. એ સુરંગથી સીધા જાવ તો કુમારી ગોબિન્દ કૌરનો કક્ષ આવી જતો હતો.

આ સુરંગ વિશે ફક્ત બે લોકો જ જાણતા હતા. ગૌબિન્દ કૌર અને ગિલાની. સુરંગમાં પ્રવેશ કરતા પહેલા મોટો રૂમ આવતો હતો. એ રૂમ પછી સુરંગ શરૂ થતી હતી. ગિલાની આ રૂમમાં બેઠા બેઠા બેઠક કરતાં અને કોઈ વાર ગુલટી મારી જતા. બેઠક ક્યારે થતી ? શિયાળામાં બપોરના બે વાગ્યે થતી અને ઉનાળામાં સવારના નવ વાગ્યાનો સમય હતો.

તેમણે પોતાની જગ્યા પર એક મોટો પરદો લગાવ્યો હતો. જે તરફ જવાની કોઈને પણ પરવાનગી નહોતી. પરદાની આ બાજુ ગુલામ ગિલાની હુક્કો પીતા હતા. વાર્તાલાપ દરમિયાન હુક્કો પીવાની ફક્ત એમને જ છૂટ હતી. બીજા તમામ લોકોએ ચર્ચા અને વાદ-વિવાદમાં ધ્યાન આપવાનું રહેતું હતું.

મંત્રી મંડળની ચર્ચા દરમિયાન એક વાત ખૂંચતી હતી. જ્યારે વાતો શરૂ થતી ત્યારે ગિલાનીની આડે રહેલો પરદો પાડી દેવામાં આવતો હતો. તેમને કોઈ જોઈ ન હતું શકતું. મંત્રીઓ એવી ગેરસમજણમાં રહેતા હતા કે ગિલાની આપણને અહીંથી સાંભળે છે. આપણે તેમની સામે આપણી રિયાસતના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છીએ. મંત્રીઓની સંખ્યા 50 જેટલી રહેતી હતી. બેઠકમાં ક્લાર્ક અને મુન્શી સિવાય ફાઈનાન્સ મિનિસ્ટર, રેવેન્યુ મિનિસ્ટર, કાયદા મિનિસ્ટર, તાલીમ મિનિસ્ટર, સ્વાસ્થ્ય મિનિસ્ટર સહિતના મંત્રીઓનો સમાવેશ થતો હતો.

કોઈ મંત્રી પોતાનો મત વ્યક્ત કરે, આ સમયે ગિલાની કંઈ બોલે નહીં તો સમજવું કે તેમના મતને ધ્વંસ કરી દેવામાં આવ્યો છે. જો સામેથી ગિલાનીનો અવાજ આવે કે ઠીક છે અથવા તો તમારી વાત હું માનું છું તો એ મુદ્દાને સ્વીકારી લેવામાં આવતો અને ભવિષ્યમાં તેના પર ચર્ચા થતી હતી.

મોટાભાગના મુદ્દાઓની વાત સ્વીકારવામાં ન આવતી. આ પાછળનું કારણ એવું હતું કે, ગિલાની અવાજ કરતા જ નહીં. મંત્રીઓ પોતાના મુદ્દા કહેતા રહેતા પણ ગિલાની ? ગિલાની ત્યાંથી નીકળી ચૂક્યા હોય. એ ગેરહાજર હોય. એ ગોબિન્દ કૌરની પાસે ચાલ્યા ગયા હોય.

દર વખતે આવું ન થતું. કોઈવાર સામેથી ગોબિન્દ કૌર આવીને પડદાની આડમાં ગિલાનીની પાસે બેસી જતી. પોતાનું માથુ ગિલાનીના ખોળામાં ઢાળી દેતી હતી. આ વાતની મંત્રીઓને ભનક પણ ન લાગતી કે પરદાની પાછળ એક નહીં બે બે શરીર છે. ગોબિન્દ કૌર તેમના ખોળામાં હોય. રિયાસતના પ્રાઈમ મિનિસ્ટર હુક્કો પીતા હોય. ગળા નીચે મોંઘી શરાબ ઉતારતા હોય.

એક પ્યાલાની કિંમત 1000 રૂપિયા હતી. આટલી મોંઘી દારૂ રિયાસતમાં કોઈ ન ગટગટાવતું. આ બાજુ ગોબિન્દ કૌર અને પ્રાઈમ મિનિસ્ટર મોંઘી દારૂને ગળા નીચે ઉતારતા રહેતા અને નશામાં ચૂર થતા રહેતા. મંત્રીઓ બોલતા રહેતા. દારૂના નશામાં ચકચૂર પ્રાઈમ મિનિસ્ટર ગિલાની કોઈવાર ગૌબિન્દના કક્ષમાં હોય કાં પોતાના અલાયદા રૂમમાં. જ્યાં કપડાં ઉતરી ગયા હોય. દારૂ પીધા પછી ગિલાની અને ગોબિન્દ એકબીજાના શરીરને પીતા હોય. બીજી બાજુ મિનિસ્ટરો વિચારતા રહેતા હતા કે તમામ મુદ્દાઓ ખારીજ કેવી રીતે થઈ જાય છે ?

ગિલાની અને ગોબિન્દની ચરમસુખ સંતાકૂકડી પકડાયા વિના રહી નહીં. મંત્રીઓને એક દિવસ ખબર પડી ગઈ કે મીટીંગ સમયે તો કામોત્તેજનાના બિલ પાસ થાય છે. ચરમસુખનો કાયદો પસાર કરવામાં આવે છે. ચુંબનરૂપી સહી-સિક્કાઓ થાય છે. ‘કામ’ની જગ્યાએ ‘કામ’ થાય છે. ગિલાનીની મહેનત અને પરસેવો બીજી જગ્યાએ નીકળી રહ્યો છે.

ગિલાનીના સમયે ખોટી રીતે લોકોને ફસાવવામાં આવતા. રિયાસત પણ તંગ આવી ગઈ હતી. હત્યાઓ થતી અને ફાંસી તાત્કાલિક થતી. બગાવતનું બ્યુંગલ ફૂંકાઈ ગયું.  

(ક્રમશ:) (Source : Maharaja Book By Diwan Jarmani Das)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments