Team Chabuk-Gujarat Desk: કેનેડા-અમેરિકાની સરહદ પર, ન્યૂનતમ 35 ડિગ્રી તાપમાનમાં બોર્ડર ક્રોસ કરી અમેરિકા જતી વેળાએ થીજી જવાથી મૃત્યુ પામેલા કલોલ તાલુકાના ડિંગુચા ગામના પાટીદાર પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. જે પછી નીતિન પટેલના ગુજરાતમાં તક મળતી નથીના નિવેદને ભારે ચર્ચા જગાવી હતી.
ગુજરાતના રાજકારણમાં એક સમયે બીજા નંબરનું સ્થાન ભોગવતા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના આ નિવેદનની ચર્ચા થવી એ સ્વાભાવિક હતી. તેની પાછળનું કારણ ચાલીસ વર્ષથી રાજકારણમાં રહેલા નીતિન પટેલને હવે ગુજરાતમાં ઉજળી તક નથી દેખાતી. આ નિવેદનથી વિરૂદ્ધ વાત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. તેમણે દેશભરમાં યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધારે રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે એમ જણાવ્યું હતું.
તેમણે પ્રજાસતાક પર્વ પર નિવેદન આપ્યું હતું કે રાજ્યના યુવાનો માટે રોજગારીની વાત હોય કે પૂરતી તકોની વાત હોય. કેન્દ્ર સરકાર દ્વારા ઈનોવેશન મિશન, સ્ટાર્ટ અપ મિશનથી પ્લેટફોર્મ પૂર્ણ પાડી રહી છે. ગુજરાત સૌથી વધારે તક આપનારું રાજ્ય છે. એક રીતે તો નીતિનભાઈ પટેલના નિવેદનને આડકતરી રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફગાવી દીધું છે.
1995ની સાલથી ગુજરાત ભાજપમાં રહેલા નીતિન પટેલે વીસ વર્ષ સુધી મંત્રીપદ ભોગવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન પણ બન્યા. જોકે મુખ્યમંત્રી બનવાની તેમની ઈચ્છાઓ કોઈ દિવસ ફળિભૂત ન હતી થઈ. સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે તક ન મળતી હોવાની વાત ઉચ્ચારી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા શા માટે જાય છે? કારણ કે અહીં તક નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત