Homeતાપણુંતૃણમૂલ કોંગ્રેસના નેતા ખોટા આરોપ લગાવે છે તો તેમના હાથ પગ તોડી...

તૃણમૂલ કોંગ્રેસના નેતા ખોટા આરોપ લગાવે છે તો તેમના હાથ પગ તોડી નાખવામાં આવે: ભાજપના ધારાસભ્ય

Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ શનિવારના રોજ પોતાના પાર્ટી કાર્યકર્તાઓને કથિત રીતે એક વાક્ય ઉચ્ચારી વિવાદનો મધપૂડો છેડ્યો છે. તેમણે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના નેતા તેમને આતંકીત કરે છે અને તે તેમના પર ખોટા આરોપ લગાવે છે તો તેમના હાથ પગ તોડી નાખવામાં આવે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ભાજપના ધારાસભ્ય સ્વપ્ન મજૂમદારે કથિત રીતે એ વાયદો પણ કર્યો છે કે કોઈ પણ સ્થિતિમાં પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ઉભા રહીશું. મજૂમદાર બનગાંવ દક્ષિણથી ભાજપના ધારાસભ્ય છે.

મજૂમદારને વીડિયોમાં પાર્ટીની એક બેઠકમાં સમર્થકો પાસેથી એ કહેતા સાંભળી શકાય છે કે, જો કોઈ ટીએમસી નેતા આપણા કાર્યકર્તાઓને ખોટા કેસમાં ફસાવે છે, જો આપણા કાર્યકર્તાઓને આતંકીત કરે છે, તો એ નેતા સુરક્ષિત પરત ન ફરવો જોઈએ. બસ બઉં થયું. આત્મરક્ષામાં તેના હાથ અને પગ તોડી નાખો અને મારી પાસે આવો. હું વાયદો કરું છું કે તમારી સાથે ઉભો રહીશ. જોકે પીટીઆઈ દ્વારા આ વીડિયોની અધિકારીક રીતે પુષ્ટી કરવામાં નથી આવી.

shree-hari-jyotish

મજૂમદારની કથિત ટીપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુનાલ ઘોષે દાવો કર્યો છે કે આ ભાજપના નેતાઓની માનસિકતા અને સંસ્કૃતિને દેખાડે છે. અમે એવી ભાષા, શબ્દો અને ધમકીની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. પ્રદેશમાં તૃણમૂલ કોંગ્રેસની અતિશય લોકપ્રિયતાને જોઈ, હતાશ થઈ તે આ પ્રકારની ધમકીઓ ઉચ્ચારી રહ્યા છે.  

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાન્ત મજૂમદારે કહ્યું કે તેમની પાર્ટી હિંસાની રાજનીતિમાં વિશ્વાસ નથી રાખતી. જો બનગાંવ દક્ષિણના ધારાસભ્યએ આ પ્રકારની ટીપ્પણી કરી છે, તો એ સ્થાનીય ટીએમસી નેતા અલોરાની સરકાર દ્વારા બનગાંવ નગર પાલિકા ચૂંટણી પહેલા પોતાના રાજનીતિક વિરોધીઓની ચામડી ઉતેડવા માટેની હાલની ધમકીઓ પરની પ્રતિક્રિયા છે.

જોકે અલોરાની સરકારે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ધમકી ન આપી હોવાનું જણાવ્યું હતું. અને ધારાસભ્યને એક એવા નેતા ગણાવ્યા જેમણે પહેલા પણ તેમના તથા ટીએમસીના અન્ય નેતાઓની વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments