Homeગામનાં ચોરેIIPSનો અહેવાલ: કોરોનાના કારણે ભારતીયોના જીવનમાં બે વર્ષનો ઘટાડો

IIPSનો અહેવાલ: કોરોનાના કારણે ભારતીયોના જીવનમાં બે વર્ષનો ઘટાડો

Team Chabuk-National Desk: ભારતમાં કોરોના મહામારીએ બીજી લહેરમાં જબરદસ્ત ઉથલપાથલ મચાવી દીધી હતી. ઘણી વિપરિત અસરમાંથી એક અસર એ પણ પડી છે કે કોરોનાએ ભારતીય લોકોનું આયુષ્ય ઘટાડી નાખ્યું છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાના કારણે લોકોના જીવનનો કાર્યકાળ બે વર્ષ ઓછો થઈ ગયો છે.

સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પુરુષોના જન્મના સમયથી લઈને જીવનપર્યંત 2019માં 69.5 વર્ષ એવરેજ આયુની તુલનાએ ઘટીને 2020માં 67.5 વર્ષ થઈ ગયો છે. મહિલાઓમાં આ જ રીતે 2019માં 72 વર્ષ અનુમાન રાખવામાં આવ્યું હતું, જે 2020ની કોરોના તબાહીના કારણે ઘટીને 69.8 વર્ષ જ ગયું છે.

આઈઆઈપીએસના સહાયક પ્રોફેસર સૂર્યકાન્ત યાદવે જણાવ્યું હતું કે, આ અભ્યાસ બીએમસી પબ્લિક હેલ્થમાં ગુરૂવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, જન્મના સમયે જીવનની ટકાવારીનો અર્થ એ છે કે નવજાતની આસપાસની સ્થિતિઓ તેના ભવિષ્યમાં પણ નિરંતર રહે, તો એવરેજ તેની ઉંમર કેટલા વર્ષ સુધી રહી શકે છે.

આ નવા અભ્યાસમાં મનુષ્યના જીવનકાળની અસમાનતાની અવધિ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ફળ સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવ્યું છે કે, કોરોનામાં સૌથી વધારે મૃત્યુ 35થી 69ની વચ્ચેનું આયુષ્ય ધરાવતા વર્ગમાં થયું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2020માં 35-79 વર્ષની વચ્ચેના વર્ગમાં સામાન્ય વર્ષની તુલનાએ વધારે મોત થઈ છે. ભારતમાં જીવનની ટકાવારી ઘટવા પાછળનું આ પ્રમુખ કારણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments