Team Chabuk-National Desk: ફિરોઝાબાદના ટૂંડલામાં એક યુવકે રૂપિયાની લાલચમાં આવી જઈ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ બહેનની સાથે લગ્ન કરી લીધા. તપાસમાં જ્યારે આ વાતનો ખુલાસો થયો તો જવાબદાર અધિકારીઓના પગ તળેથી જમીન ખસી ગઈ. આ યુવકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અધિકારીઓની પાસે આ અંગેનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે.
ટૂંડલા ખંડ વિકાસ કાર્યાલય પરિસરમાં ગત શનિવારના રોજ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નગરપાલિકા ટૂંડલા, બ્લાક ટૂંડલા અને બ્લોક નારખીના 51 જોડાઓના વિવાહ કરાવવામાં આવ્યા હતા. સમારોહમાં તમામ જોડીઓને ગૃહસ્થીનો સામાન અને કપડાં આપવામાં આવ્યા હતા.
સમારોહની કેટલીક જોડીઓના વીડિયો અને ફોટો વિસ્તારના લોકો અને ગ્રામ પ્રધાન સુધી પહોંચ્યા તો સમારોહમાં અગમ-નિગમ થઈ ગયાની ચાર ઘટનાઓ સામે આવી. જેમાંથી એક કિસ્સો એવો છે કે ભાઈએ બહેનની સાથે વેવિશાળ કરી લીધા. તપાસ બાદ નગલા પ્રેમ નિવાસમાં રહેતા આ ભાઈની વિરૂદ્ધ સમાજ કલ્યાણ વિભાગના સહાયક વિકાસ અધિકારી ચંદ્રમાન સિંહે કેસ ફાઈલ કર્યો.
ખંડ વિકાસ અધિકારી નરેશ કુમારે જણાવ્યું કે લગ્ન માટે જોડીઓની શોધ અને સત્ય તપાસ કરનારા ગ્રામ પંચાયત સચિવ મરસેના કુશલપાલ, ગ્રામ પંચાયત ઘિરૌલીના સચિવ અનુરાગ સિંહ, એડીઓ કોપરેટિવ સુધીર કુમાર, એડીઓ સમાજ કલ્યાણ વિભાગ ચંદ્રભાન સિંહની પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. સંતોષજનક સ્પષ્ટીકરણ પ્રાપ્ત ન થવા પર તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ટૂંડલાના ખંડ વિકાસ અધિકારી નરેશ કુમારે જણાવ્યું કે ખોટી રીતે લગ્ન કરનારા ભાઈની વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે. બીજી વખત લગ્ન કરનારી અપાત્ર મહિલા પાસેથી ગૃહસ્થીનો સામાન લઈ લેવામાં આવ્યો છે. છાત્રાના બે આધારકાર્ડની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ દોષિતની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ટૂંડલાના પ્રભારી રાજેશ કુમાર પાંડેએ જણાવ્યું કે સમાજ કલ્યાણ વિભાગના સહાયક વિકાસ અધિકારી દ્વારા સામૂહિક વિવાહ સમારોહમાં અનુપસ્થિત જોડીઓના સ્થાન પર ખોટી રીતે લગ્ન કરનારી જોડીઓની માહિતી મળી છે. તપાસ ચાલી રહી છે. તપાસ બાદ કેસ ફાઈલ કરી અપરાધિઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત