Homeગામનાં ચોરેસંયોગ કે પછી બીજું કંઈ? ઉત્તર પ્રદેશમાં ગૌ તસ્કરીમાં પકડાયેલા સાતે આરોપીઓના...

સંયોગ કે પછી બીજું કંઈ? ઉત્તર પ્રદેશમાં ગૌ તસ્કરીમાં પકડાયેલા સાતે આરોપીઓના ઘૂંટણ નીચે જ ગોળી વાગી

Team Chabuk-National Desk: ગાઝિયાબાદ પોલીસની ગુરૂવારના રોજ ગૌ તસ્કરો સાથેની અથડામણ ચર્ચાનો વિષય બની છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ ગૌ તસ્કરોને ઘૂંટણની નીચે ગોળી વાગી છે. તમામ આરોપીઓ પોલીસની ધરપકડમાં છે, પણ ચર્ચાનો વિષય એ છે કે આ માત્ર સંયોગ છે કે તમામને ઘૂંટણની નીચે જ ગોળી લાગી, કે પછી કોઈ અન્ય કારણ? અપરાધીઓની સામે આવેલી તસવીરમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે માત્ર પગનો ફેર છે, બાકી તમામ આરોપીઓને ઘૂંટણની નીચે જ ગોળી લાગી છે.  

ગુરૂવારના રોજ લોની બોર્ડર પોલીસની ગૌ તસ્કરોની સાથે અથડામણ થઈ હતી. અથડામણમાં સાત ગૌ તસ્કરો ઘાયલ થઈ ગયા. જેમની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી. ઘટનાસ્થળ પર હાજર બે લોકો ફરાર થવામાં સફળ થયા હતા. પકડાયેલા આરોપીઓની પાસેથી બંદૂક અને ધારદાર હથિયાર પણ મળી આવ્યા છે.

પોલીસને સૂચના મળી હતી કે બેહટા હાજીપુર વિસ્તારમાં એક ગોદામમાં ખાટકીવાડો ચાલી રહ્યો હતો. પોલીસને ખબર મળતા ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં હાજર દૃશ્ય જોઈ અપરાધીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. અપરાધીઓ પોલીસથી ઘેરાયેલા હોવાથી તેમણે બચાવમાં અને ભાગી છૂટવા માટે ફાયરિંગ કરી. સાત જેટલા રાઉન્ડ ફાયર થયા.

પોલીસ સાથેની અથડામણમાં મુસ્તકીમ, સલમાન, મોનૂ, ઈન્તઝાર, નાઝિમ, આસિફ, બોલર સહિતના સાત લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલ થયેલાઓને પ્રથમ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અથડામણના સમયે ભૂરા અને દાનિશ નામના બે આરોપીઓ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments