Team Chabuk-Health Desk: શરીરમાં વિટામિન B-12ની ઉણપથી એનીમિયા જેવી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. વિટામિન B-12ની ઉણપથી થાક લાગવો કે નબળાઈ લાગવી, ઉબકા આવવા, ઊલટી કે ઝાડા થવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો થવો, ત્વચા પીળી પડી જવી, હાથ-પગમાં સુન્નતા આવવી, આંખોની રોશની ઓછી થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન B-12 એ શરીર માટે એક જરુરી પોષકતત્ત્વ છે, જે શરીરના નર્વસ સેલ્સને સ્વસ્થ રાખે છે. તે શરીરનાં લાલ રક્તકણો અને DNA બનાવવામાં મદદ કરે છે. વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે. આમ, ન કરવાથી શરીરમાં વિટામિન B-12ની ઉણપ આવી શકે છે.
આપણાં શરીરને દરરોજ લગભગ 2.4 mcg વિટામિન B-12ની જરૂર હોય છે. ખાસ કરીને જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય કે બળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય તેમને તેની વધુ જરૂર હોય છે. ઉંમર પ્રમાણે બાળકોમાં વિટામિન B-12ની માત્રા અલગ-અલગ હોય છે.

દહીં અને ચીઝ જેવા દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન B-12 સહિત ઘણાં વિટામિન્સ અને ખનિજો માટે સારા સ્રોત છે. એક કપ દૂધમાં 240 મિલી વિટામિન B-12 હોય છે, જે દૈનિક જરૂરિયાતનાં 46 ટકા છે. ચીઝ એ વિટામિન B-12નો સમૃદ્ધ સ્રોત પણ છે.
વિટામિન B-12 એ કોષો માટે જરુરી વિટામિન છે. તે જ્ઞાનતંતુઓ, રક્તકણો અને DNAને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એનિમલ પ્રોડક્ટ્સમાં આ વિટામિન હોય છે. માંસ, ઇંડા અને ડેરી ઉત્પાદનો સારા સ્રોત છે.
આ એક એવું વિટામીન છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે અને જે લોકો માંસાહાર નથી કરતાં તેમને તેની ઉણપ થઈ શકે છે. તમે ડેરી ઉત્પાદનોમાંથી વિટામિન B-12 પણ મેળવી શકો છો. કેટલાક કિસ્સાઓમાં, મશરૂમ્સ, છાલવાળા કઠોળ B-12 ની જરૂરિયાત પૂરી કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત