Homeવિશેષસંતરાની છાલ તમારા ચહેરા માટે છે વરદાન, આ રીતે ઉપયોગ કરો ચહેરો...

સંતરાની છાલ તમારા ચહેરા માટે છે વરદાન, આ રીતે ઉપયોગ કરો ચહેરો બનશે ચમકદાર

Team Chabuk-Vishesh Desk: સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેના સેવનથી શરીરમાં અનેક પ્રકારના લાભ થાય છે. સંતરા જેટલા ફાયદાકારક છે એટલી જ તેની છાલ પણ શરીરને ફાયદા આપે છે. સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે. સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.

તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો. નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.

Orange

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments