Team Chabuk-National Desk: છેલ્લા ત્રણ દિવસથી સોનુ સૂદના ઘર અને તેની સાથે સંકળાયેલ પરિસરો પર આવકવેરા વિભાગ સર્વે કરી રહ્યો હતો. હવે પોતાના એક નિવેદનમાં સીબીડીટીએ કહ્યું છે કે, અભિનેતા અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ દરમ્યાન વીસ કરોડ રૂપિયાની કરચોરી સંબંધિત પ્રમાણ મળ્યા છે.
આયકર વિભાગે કહ્યું છે કે તેમની પાસે અભિનેતાની વિરૂદ્ધ પ્રમાણ છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, અભિનેતાએ ખોટી સંસ્થાઓથી ખોટી અને અસુરક્ષિત ઋણના રૂપે પૈસા જમા કર્યા હતા. આવકવેરા વિભાગે મુંબઈમાં અભિનેતાના વિવિધ પરિસરો પર જબ્તી અભિયાન ચલાવ્યું હતું. જેમાં મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરૂગ્રામ સહિતના 28 પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જાણકારી પ્રમાણે આવકવેરા વિભાગનો સર્વે લખનઉના મોટા ઉદ્યોગપતિ અનિલ સિંહની સાથે સંલગ્ન છે. હાલમાં જ અનિલ સિંહની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સોનુ સૂદ અને અનિલ સિંહ ભાગીદારીમાં વેપાર કરે છે. હાલ આવકવેરા વિભાગની ટીમ એ તમામ વિભાગોની તપાસ કરી રહી છે જે સોનુ સૂદની સાથે જોડાયેલા છે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમના ચેરિટી ટ્ર્સ્ટ પર વિદેશી ચંદા અધિનિયમન એક્ટના નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. ઈન્કમ ટેક્સના આ ખુલાસા બાદ આવનારા સમયમાં ED પણ આ કેસમાં પ્રવેશ કરી શકે છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે લખનઉની એક ઈફ્રા કંપની પર પણ દરોડો પાડવામાં આવ્યો છે. લખનઉ અને ગુરૂગ્રામના ઠેકાણાઓ પર દરોડા પાડતા એક કરોડ આઠ લાખ રોકડા પૈસા મળ્યા છે. 11 લોકર્સ વિશે પણ જાણકારી મળી છે. આવકવેરા વિભાગને આ કંપનીના 175 કરોડ રૂપિયાની લેવડ-દેવડમાં શંકા છે. જેની તપાસ ચાલી રહી છે.
2020માં શરૂ થયેલી ખતરનાક કોરોના મહામારીથી લાગેલા લોકડાઉનની વચ્ચે સોનુ સૂદ હીરો બનીને ઊભરી આવ્યો હતો. તેણે પગપાળા જતાં મજૂરોની સહાયતા કરવા બસ ઉપલબ્ધ કરાવી હતી. એ પછી સોનુએ મદદમાં પાછળ વળીને નહોતું જોયું. બીજી લહેરમાં રેમડેસિવીરની આવશ્યકતા હોય કે કોઈ અન્ય મદદ, કોઈ પણ સમસ્યા સોનુ સૂદે પોતાની હોય એ રીતે ઉકેલી બતાવી હતી. સોનુ એક વખત હા કરી દે તો કોઈ પણ મદદ જે તે વ્યક્તિ સુધી પહોંચી જતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત