Homeસિનેમાવાદમેટ ગાલામાં ભારતીય સુધા રેડ્ડીનો જલવો, ડ્રેસમાં 18 કેરેટ સોનું અને 36...

મેટ ગાલામાં ભારતીય સુધા રેડ્ડીનો જલવો, ડ્રેસમાં 18 કેરેટ સોનું અને 36 VVS કેરટનો હીરો

Team Chabuk-Cinema Desk: હૈદરાબાદની સુધા રેડ્ડીએ મેટ ગાલા ઈવેન્ટ 2021માં ભાગ લીધો. આ વર્ષે મેટ ગાલામાં ભાગ લેનારી તે એક માત્ર ભારતીય છે. સુધા રેડ્ડી એક ફિલેથ્રોપ્રિસ્ટ છે. આ ઈવેન્ટ માટે સુધાએ ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું ગાઉન પહેર્યું હતું. મેટ ગાલાને ફેશનના ક્ષેત્રની સૌથી મોટી ઈવેન્ટ ગણવામાં આવે છે. આ વખતે આ ઈવેન્ટની થીમ અમેરિકાની આઝાદી રાખવામાં આવી હતી. અલગ અલગ સેલિબ્રેટી ભાત ભાતના અને કોઈ દિવસ જોયા ન હોય એવા વસ્ત્રો પહેરીને આવ્યા. સુધાનું ગાઉન અમેરિકાના ઝંડાના રંગથી પ્રભાવિત હતું. સુધાએ પોતાના આ ગાઉનને ભારતીય કલાકારીનો શ્રેષ્ઠ નમૂનો ગણાવ્યો હતો અને વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

હવે વાત સુધા રેડ્ડીની કરીએ તો સુધા મેઘા કૃષ્ણા રેડ્ડીની પત્ની છે. એ મેઘા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રૂઝેટ એયરલાયન્સનું કામ જુએ છે. સાથે જ ફિલેન્થ્રોપી એટલે કે દાનમાં પણ તેનું નામ ટોચ પર લેવામાં આવે છે. સુધા રેડ્ડીએ તેલંગણામાં આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોની ખૂબ મદદ કરી છે. હાલ તે સસ્તી શિક્ષા અને સ્વાસ્થ્યને લઈને કામ કરી રહી છે. તેમનું લક્ષ્ય છે કે ગરીબો સુધી આ તમામ સુવિધાઓ સરળતાથી પહોંચે. તેઓ પોતે પણ પ્રિન્સેસ ડાયેનાથી પ્રેરિત છે. સુધા રેડ્ડી એકમાત્ર એવી ભારતીય મહિલા છે, જેમને ગ્લોબલ ગિફ્ટ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હોય. સુધા રેડ્ડીએ કુપોષણ અને બ્રેસ્ટ કેન્સરને રોકવા માટે પોતાનો સહયોગ આપ્યો છે. તેમણે એક્શન અગેસ્ટ હંગર અને બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ફાઉન્ડેશનને ગ્રાન્ટ આપી છે.

સુધા રેડ્ડીના ડિઝાઈનરના જણાવ્યા અનુસાર તેમના ગાઉનને બનાવવામાં 250 કલાક લાગ્યા હતા. આ ગાઉન સોનાજડિત છે. સોનાની સાથે તેમાં સ્વરોસ્કી ક્રિસ્ટલ અને બગલ બીડ્સનું પણ કોમ્બિનેશન જોડવામાં આવ્યું છે. સુધા રેડ્ડી માત્ર ગાઉનને લઈ ચર્ચામાં નથી. એ ઘરેણાના કારણે પણ ચર્ચામાં છે. સુધાએ 18 કેરેટ ગોલ્ડ અને 35 કેરેટ ડાયમન્ડથી બનાવેલ ઈયર કફ પણ પહેર્યું છે. તેમની એક્સેસરીઝને ડ્રિમી ડિસેન્ડન્સ નામ આપવામાં આવ્યું છે. ડિઝાઈનર ફરાહ ખાન દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે.

સુધા રેડ્ડીના ડ્રેસને લઈ ફરાહે જણાવ્યું હતું કે, આ ગાઉનમાં અમેરિકાના 50 રાજ્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ડાયમન્ડથી તેમનું ઈયર કફ તૈયાર કરવામાં આવ્યું હતું. કફમાં 18 કેરેટ ગોલ્ડ અને 36 કેરટનું વીવીએસ ડાયમન્ડ પણ લગાડવામાં આવ્યો છે.

સુધા રેડ્ડી પહેલા ભૂતકાળમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, ઈશા અંબાની જેવી ખ્યાતનામ હસ્તીઓ મેટગાલા ઈવેન્ટમાં હાજરી પૂરાવી ચૂકી છે. 2021માં પોતાના ભાગ લેવાના અનુભવ અંગે સુધાએ જણાવ્યું હતું કે, ખૂબ જ સ્પેશિયલ અને યાદગાર રહ્યું છે. આ ઈવેન્ટમાં મારી મુલાકાત વિશ્વભરના ખ્યાતનામ ફેશન ડિઝાઈનરની સાથે થઈ હતી. જેમની પાસેથી તેણે ઘણું શીખ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments