Homeગામનાં ચોરેપાડોશી દંપતીએ વૃદ્ધાના શરીરના કટકા કરી ત્રણ બેગમાં ભર્યા, ઘટના CCTVમાં કેદ...

પાડોશી દંપતીએ વૃદ્ધાના શરીરના કટકા કરી ત્રણ બેગમાં ભર્યા, ઘટના CCTVમાં કેદ…

Team Chabuk-National Desk: દિલ્હીમાં રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. અહીંના દ્વારકા વિસ્તારમાં રહેતા દંપતીએ પાડોશમાં રહેતી વૃદ્ધ મહિલાની કરપીણ હત્યા કરી નાખી હતી. લાશને ઠેકાણે પાડવા અને ગુનો છુપાવવા માટે આ હત્યારા દંપતી ત્રણ બેગ લઈને આવ્યા હતા. લાશનાં કટકા કર્યા, કટકા બેગમાં ભર્યા અને બેગ ગટરમાં વહાવી દીધી. આ આખી ઘટનામાં સીસીટીવી ફૂટેજના કારણે હત્યારા દંપતીનો પર્દાફાશ થઈ ગયો હતો અને બેઉંની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

દિલ્હીના દ્વારકાનગરમાં રહેનારી વૃદ્ધ મહિલાની પાડોશમાં રહેતા દંપતીએ ગળું દબાવીને હત્યા નિપજાવી નાખી હતી. હત્યારાઓનાં નામ પતિ અનિલ આર્યા અને પત્ની કામિની ઉર્ફ તન્નુ છે. આ હત્યાની કોઈને ખબર ન પડે એટલે દંપતીએ લાશના કેટલાય કટકા કરી નાખ્યા હતા અને લાશને બેગમાં ભરી લીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘરે તાળું મારી ભાગી છૂટ્યા હતા.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી પતિ અનિલ આર્યા ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. અનિલે 75 વર્ષીય વૃદ્ધા પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા. વૃદ્ધા પોતાના પૈસા પરત માગી રહી હતી. જેથી અનિલે પોતાની પત્ની સાથે મળી ષડયંત્ર ઘડ્યું હતું. 30 જૂનનાં રોજ વૃદ્ધ મહિલા ઘરમાં એકલી હતી. એ સમયે દોરડાથી ગળું દબાવીને મહિલાની હત્યા કરી નાખવામાં આવી હતી.

હત્યા બાદ લાશને ઠેકાણે લગાવવાની આખી યોજના ઘડી કાઢી હતી. શાકભાજી કાપવાના ચાકુથી મહિલાના શરીરના કેટલાય ભાગ અલગ કરી નાખ્યા હતા. લાશનાં ટૂકડાઓને બેગમાં ભરવામાં આવ્યા હતા. નઝફગઢની ગટરમાં આ લાશને ફેંકી દેવામાં આવી હતી. એ પછી આ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

3 જુલાઈના રોજ મોહન ગાર્ડને પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાના ગાયબ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે પાડોશી પતિ પત્ની ગાયબ હતા. પોલીસે જ્યારે વૃદ્ધ મહિલાનું સીસીટીવી ફૂટેજ ચેક કર્યું તો આરોપી અનિલ ભારેભરખમ બેગ લઈ જતો જોવા મળ્યો હતો. આ ઘટના શંકાના ઘેરામાં આવી ગઈ હતી.

બેઉં પતિ પત્નીનું લોકેશન ઉત્તરાખંડનું રાનીખેત મળ્યું હતું. પોલીસ જ્યારે રાનીખેત પહોંચી તો પતિ અને પત્ની ત્યાંથી પણ ફરાર થઈ ગયા હતા. પોલીસે મોબાઈલ લોકેશનના આધાર પર બેઉં પતિ પત્નીની ઉત્તર પ્રદેશના બરેલી ખાતેથી ધરપકડ કરી હતી. આરોપી પતિ અને પત્ની પોતે આચરેલા ગુનાને કબૂલી ચૂક્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments