Team Chabuk-Entertainment Desk: કોરોનાકાળમાં બોલિવુડ અભિનેતા સોનુ સૂદનું નવું રૂપ જોવા મળ્યું. જરૂરિયાતમંદોની મદદ કરીને સોનુ સૂદ લાખો લોકોના મસિહા તરીકે ઉભરી આવ્યો છે. કેટલાક ફેન્સે તો સોનુ સૂદને ભગવાનનો દરજ્જો આપી દીધો છે. એટલે જ તો ફેન્સ અભિનેતા વિરૂદ્ધ કંઈ પણ જોવાનું કે સાંભળવાનું પસંદ નથી કરતાં.
સોનુની પીટાઈ ન થઈ સહન
સોનુ સૂદના એક સાત વર્ષના ફેને નવું કારનામુ કરી દીધું છે. સોનુના આ લિટલ ફેને ટીવી પર સોનુ સૂદની પીટાઈ જોઈને પોતાનો ટીવી સેટ જ તોડી નાખ્યો. આ સમાચારને જોઈને સોનુ પણ રિએક્ટ કર્યા વગર ન રહી શક્યો. સોનુ સૂદે એક તેલુગૂ ન્યૂઝ ચેનલની ક્લીપ શેર કરી છે.
ટીવીના ટૂકડે-ટૂકડાં
સમાચારમાં દર્શાવાયું છે કે, સંગારેડ્ડીમાં રહેતાં સાત વર્ષના દીકરા વિરાટે સોનુ સૂદ મેટે પોતાના ઘરનું ટીવી તોડી નાખ્યું. વિરાટ એક ફિલ્મમાં હીરો દ્વારા થયેલી સોનુ સૂદની પીટાઈથી ગુસ્સે હતો. વિરાટને એ જોઈને ગુસ્સો આવ્યો કે લાખો લોકોનું જીવન બચાવનારા સોનુની પીટાઈ થઈ રહી છે. આ વાત પર તેને એટલો ગુસ્સો આવ્યો કે ટીવીના ટૂકડે ટૂકડા કરી નાખ્યા.
સોનુનું રિએક્શન
આ સમાચાર પર રિએક્ટ કરતાં સોનુ સૂદે લખ્યું છે કે, અરે, પોતાના ઘરનું ટીવી ન તોડો. હવે તેના પિતા મને કહેશે કે નવું ટીવી ખરીદીને આપો. સોનુ સૂદ માટે ફેન્સનો આવો પ્રેમ પહેલીવાર નથી જોવા મળ્યો. સોનુ સૂદે મહામારી દરમિયાન જેવી રીતે લોકોની મદદ કરી છે તેનાથી લોકોની નજરોમાં સોનુનું કદ બહું વધી ગયું છે. સોનુ સૂદ આજે પણ તત્પરતાથી લોકોની મદદ કરી રહ્યો છે.
Arrreee, Don’t break your TVs,
— sonu sood (@SonuSood) July 14, 2021
His dad is going to ask me to buy a new one now 😆😆 https://t.co/HB8yM8h1KZ
મદદગાર સોનુ સૂદ
સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે. અવાર-નવાર તે લોકોએ ટ્વીટરના માધ્યમથી માગેલી મદદનો રિપ્લાય પણ આપે છે અને જરૂરિયાતમંદોને મદદ પણ કરે છે. કોરોનાકાળમાં તો સોનુ સૂદે પોતાની ટીમ સાથે મળીને કેટલાય લોકોને દેશ-વિદેશથી પોતાના ઘરે પરત મોકલ્યા હતા. આ ઉપરાંત કેટલાય દર્દીઓને ઓક્સિજન અને ઈન્જેક્શન પણ પહોંચાડ્યા હતા. એટલે જ સોનુ સૂદે ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત