Team Chauk-National Desk: દિલ્હી પોલીસમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં પાસ કરાવી દેવાના નામ ઉપર ચાલતા મસમોટા કાંડ ઉપરથી પડદો હટી ગયો છે. આ કાંડમાં 27 લાખ રૂપિયા લઈને પરીક્ષામાં ખોટી રીતે પાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. કાળા કારનામા ઉપરથી પડદો ત્યારે હટી ગયો જ્યારે પરીક્ષકોને એક જ ફોટો ત્રણ એડમિટ કાર્ડમાંથી મળ્યા.
હાલ દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલની મોટાપાયે ભરતી ચાલી રહી છે. ડિસેમ્બર 2020ની સાલમાં લેખિત પરીક્ષા થઈ હતી. હવે શારીરિક કસોટી લેવાની છે. જોકે આ પહેલા પરીક્ષાના આયોજકોએ ડેટાબેસમાં રહેલા એક એક પરીક્ષાર્થીઓનાં એડમિટ કાર્ડની તપાસ કરી તો કાંડની ગંધ આવવા લાગી. અહીંથી પોલીસને ખબર પડી ગઈ કે ભરતી પ્રક્રિયામાં કંઈક લોચો ચાલી રહ્યો છે.
પોલીસે તપાસ કરી ત્યારે તેમને ખબર મળી કે ત્રણમાંથી બે એડમિટ કાર્ડ ગોરખપૂરના બે ભાઈઓનાં છે. બંને ભાઈઓના નામ ક્રમશ: નીલેશ કુમાર અને નવીન કુમાર છે. આ બંનેને અને ત્રીજા આરોપીની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ કરતા પોલીસને ખબર પડી કે આ લોકોએ કોઈ વચેટિયાને 27 લાખ રૂપિયા ભરતીમાં પાસ થવાના આપ્યા હતા. એ પછી આરોપી પકડાવાની પ્રક્રિયા ચાલુ રહી.
27 લાખ રૂપિયા લઈ પરીક્ષામાં પાસ કરી દેવાનો વાયદો આપનારા અને આટલી મોટી ધાંધલી ચલાવનારાઓના ગુટમાંથી કુલ 24 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં પૈસા લેનારા અને દેનારા બેઉંનો સમાવેશ થાય છે. એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ આ સમગ્ર ગોટાળાને ઉજાગર કરવા માટે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 16 FIR ફાઈલ થઈ ચૂકી છે.
આ વખતની પોલીસની પરીક્ષામાં પ્રથમ વખત ફિઝિકલ ટેસ્ટ પહેલા દરેક એડમિટ કાર્ડ પર ફોટો ફરજીયાત કરવામાં આવ્યો છે. નિયમોમાં કરવામાં આવેલ ફેરબદલનાં કારણે કૌભાંડીઓ પકડાય ગયા હતા. ભરતી પક્રિયામાં સામેલ DCP શ્વેતા ચૌહાણે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારાઓએ પોતાની જગ્યાએ કોઈ અન્યને લેખિત પરીક્ષાની કસોટીમાં બેસાડ્યા હતા. જોકે પરીક્ષા બાદ અન્ય લેવલમાં ક્રોસ ચેકિંગ થતાં તેઓ પકડાય ગયા. એવું પણ થઈ શકેત કે તેઓ ફિઝીકલ ટેસ્ટમાં પણ પોતાની જગ્યાએ અન્યને મોકલેત અને પાસ થઈ જાત. જોકે એ પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
હાલ દિલ્હીમાં મહિલા અને પુરુષ કોન્સ્ટેબલની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 10થી 15 લાખ આવેદનપત્ર આવ્યા છે. લેખિત અને ફિઝિકલ ટેસ્ટના આધાર પર પસંદગી કરવામાં આવે છે. આ વખતની ભરતી પ્રક્રિયા કુલ એક હજારથી વધારે પોલીસ કરાવી રહી છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ રોકવામાં આવી તેની પાછળનું કારણ કોરોનાની ગાઈડલાઈન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત