Team Chaubuk-Tech Desk: બાર્સિલોનામાં દુનિયાનો સૌથી મોટી ટેક ઈવેન્ટ પૈકીની એક મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું સમાપન થયું છે. જેમાં સેમસંગના ફ્લેગશીપ સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે કહ્યું કે, તેના લેટેસ્ટ ફ્લેગશીપ સ્માર્ટફોનને દુનિયાના બેસ્ટ સ્માર્ટફોન તરીકે પસંગ કરાયો છે.
દુનિયાનો બેસ્ટ સ્માર્ટફોન
Samsungના Galaxy S21 હાઈ એન્ડ મોડલને ગ્લોબલ મોબાઈલ એવોર્ડ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2021 આપવામાં આવ્યો છે. સાઉથ કોરિયન જાયંટ સેમસંગે કહ્યું કે, મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ, બાર્સિલોનામાં બુધવારે તેમના સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોન તરીકે પસંદ કરાયો છે.
આ સ્માર્ટફોન સાથે હતી રેસ
Galaxy S21 Ultra 5Gને જાન્યુઆરીમાં લોન્ચ કરાયો હતો. તેની સ્પર્ધા Galaxy S20 FE 5G, Apple Iphone 12 Pro Max, OnePlus 9 Pro અને Xiaomi MI 11 ultra સાથે હતી.
બેસ્ટ ફીચર્સ ફોન
સેમસંગે કહ્યું કે, કિ એવોર્ડ કેટેગરીના જજે કહ્યું કે, સેમસંગે બેસ્ટ એડ્રોઈડ સ્માર્ટફોન બનાવ્યો છે જે ફીચર્સની કેટલીય રેંજ, AMOLED ડિસ્પ્લે અને બેસ્ટ ઈન ક્લાસ કેમેરો આપે છે. આ ઉપરાંત કેટલાય અન્ય બેસ્ટ ફિચર્સ પણ છે. જેના કારણે આ ફોન 2021નો સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે.
6.8 ઈંચ ડિસ્પ્લે
Samsung Galaxy S21 Ultra 5Gમાં 6.8 ઈંચ ડિસ્પ્લે છે. જે ગેલેક્સી એસ સિરીઝનો પહેલો ડિવાઈઝ છે જે S-Pen stylusને સપોર્ટ કરે છે. આ પહેલાં S-Pen Stylusને ગેલેક્સી નોટ ફૈબલેટમાં આપવામાં આવે છે. આના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 108 મેગાપિક્સલ વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે.
આટલા રૂપિયામાં મળશે ફોન
ભારતમાં આને 1,05,999 રૂપિયામાં લિસ્ટ કરાયો છે. આ ફોનમાં 12 જીબી રેમ સાથે 256GB સ્ટોરેજ આપવામાં આવી છે. જેના પર તમે બેંક ઓફર અને કાર્ડ કેશબેકનો લાભ લઈ શકો છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત