Team Chabuk-National Desk: આધુનિકતાને અંધવિશ્વાસનો અજગર ગળી ગયો છે. દેશમાં ક્યાંક ને ક્યાંક શાહમૃગની પેઠે મુખ જમીનમાં નાખી પ્રજા અંધવિશ્વાસમાં રાચી રહી છે. ગુજરાતમાં આ વર્ષે જ તેલમાં હાથ નાખી સતના પારખા કરવાના બનાવો બની ચૂક્યા છે હવે એક મહિલાને તેની નજરના કારણે માર મારવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક ગામમાં 45 વર્ષીય મહિલાને તેના સંબંધીઓએ નગ્ન કરી માર માર્યો હતો. મહિલાને પીટવા પાછળનું કારણ શંકા હતી. સંબંધીઓને સંશય હતો કે મહિલા કાળો જાદુ કરી રહી છે. આ ઘટનાને સંલગ્ન એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થતાં સ્થાનિક પોલીસે આ શરમજનક ઘટનામાં ચારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે ચોથા એક વ્યક્તિની તપાસ ચાલી રહી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના ધાર જિલ્લાના માંડવી ગામમાં 5 ઓક્ટોબરના રોજ ઘટી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ આ અંગે કાર્યવાહી કરી છે. પીડિત મહિલા પર તેના નજીકના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેની નજર બગડેલી છે અને તેના પર અન્ય લોકોને બીમાર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

પોલીસે આ ઘટનામાં મોટી કાર્યવાહી કરતા આરોપીઓ પર કલમ 307 હત્યાનો પ્રયાસ, કલમ 354 મહિલાની ઈચ્છા વિરૂદ્ધનું કૃત્ય કરી તેના પર હુલમો અને બળપ્રયોગ કરવો સહિતની આઈપીસીની અન્ય કલમોના આધારે કેસ ફાઈલ કર્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું કે ચોથા આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત