Homeતાપણું2024માં પણ નરેન્દ્રભાઈ જ પ્રધાનમંત્રી બનશે: શાહવાણી

2024માં પણ નરેન્દ્રભાઈ જ પ્રધાનમંત્રી બનશે: શાહવાણી

Team Chabuk-Gujarat Desk: ગુરૂવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગર અને પોતાના મત વિસ્તારમાં યોજનાઓનું ઉદ્ધાટન કરવા આવ્યા હતા ત્યારે તેમણે 2024માં પણ મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

advertisement-1

અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ફરી જીતશે. વિશ્વનો કોઈ પણ અન્ય નેતા સતત વીસ વર્ષ સુધી ચૂંટાયો નથી. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગરમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈએ સાર્વજનિક કાર્યાલયમાં વીસ વર્ષ પૂર્ણ કર્યાં. સમગ્ર વિશ્વમાં એક પણ નેતાને આ પ્રકારની ઉપલબ્ધિ નથી મળી કે એ સતત વીસ વર્ષ સુધી પસંદગી પામે અને ક્યાંય પણ અટક્યા વિના જનતાની સેવા કરે.

advertisement-1

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, લોકશાહી દેશોમાં, જ્યાં લોકો પોતાની પસંદગીના પ્રતિનિધિઓને બદલી શકે છે, આપને એક પણ એવો નેતા નહીં મળે જેણે આટલા લાંબા સમય સુધી સેવા કરી હોય. નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને સાત ઓક્ટોબર 2021ના રોજ, તેઓ આજે આપણા દેશના પ્રધાનમંત્રી છે અને વર્ષ 2024માં ફરી એક વખત પસંદગી પામશે.

advertisement-1

આ સિવાય કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાઓમાં કેટલીય યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. કેન્દ્રિય ગૃહ મંત્રીએ ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સ્વયં સહાયતા સમૂહને સોંપતા ચાર ચાના સ્ટોલનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે ત્યાં ચા પણ પીધી હતી. અમિત શાહે જિલ્લાના પંસાર ગામમાં એક ઝરણાના જીર્ણોદ્ધાર કાર્યક્રમનો શિલાન્યાસ પણ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments