Homeગામનાં ચોરેઆગામી 48 કલાકમાં આ ત્રણ રાજ્યો પર મેઘરાજા થશે મહેરબાન

આગામી 48 કલાકમાં આ ત્રણ રાજ્યો પર મેઘરાજા થશે મહેરબાન

Team Chabuk-National Desk: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ધીમે ધીમે સમગ્ર ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ પછી હવે ચોમાસુ આગામી 48 કલાકમાં દેશની રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણા પહોંચે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-પંજાબ-હરિયાણામાં આગામી 48 કલાકમાં ચોમાસુ આવી ખાબકશે. આ ત્રણે રાજ્યોનાં જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદના ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે 13-14 જૂન માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઈસ્ટર્ન યૂપી માટે ઓરેન્જ અને દિલ્હી એનસીઆર માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં 14-15 જૂનનાં રોજ મેઘરાજાની સવારી આવી પહોંચવાનું અનુમાન છે.

ભોપાલ, નોગાંવ, હમીરપુર, બારાબંકી, રાયબરેલી, સહારનપુર, અંબાલા, અમૃતસર અને આસપાસનાં કેટલાક વિસ્તારોમાં આજે 13 જૂનનાં રોજ મોનસૂન એક્ટિવ થઈ જશે. ચોમાસાની અનુકૂળ પરિસ્થિતિઓનાં આધાર પર 48 કલાકમાં ઉત્તર પ્રદેશના બાકીના ભાગમાં, સાથે જ દિલ્હી, હરિયાણા અને પંજાબને કવર કરશે.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં આ વખતે સમયથી પહેલા ચોમાસુ આવશે. દિલ્હીમાં ચોમાસુ સામાન્ય તારીખથી 12 દિવસ પહેલા એટલે કે 15 જૂનનાં રોજ દસ્તક આપશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પ્રશ્ચિમની ખાડી પર ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જેનાથી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. આઈએમડીનાં ક્ષેત્રીય પૂર્વાનુમાન કેન્દ્રનાં પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પહેલા 2008માં પણ ચોમાસુ 15 જૂનનાં રોજ દિલ્હી પહોંચ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં આજ રોજ ચોમાસુ બેસે તેવા એંધાણ છે. જોકે લખનવવાસીઓને હજુ એક દિવસની પ્રતીક્ષા કરવી પડી શકે છે. જેના કારણે આવતીકાલ સોમવારે યુપીની રાજધાની લખનઉમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ કેન્દ્રના નિર્દેશક જેપી ગુપ્તાનાં જણાવ્યા અનુસાર ચોમાસાના સક્રીય થતાંની સાથે જ આસપાસના વિસ્તારો અને જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે. આજે લખનઉમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments