Homeગામનાં ચોરેટ્રેક પર ઢળી પડ્યા વૃદ્ધ અને અચાનક જ આવી ગઈ ટ્રેન, ઘટનાનો...

ટ્રેક પર ઢળી પડ્યા વૃદ્ધ અને અચાનક જ આવી ગઈ ટ્રેન, ઘટનાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Team Chabuk-National Desk: અવારનવાર લોકો રેલવે પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક પર નિયમોનું ઉલ્લંઘન અને સૂચનાઓની અવગણના કરી ટ્રેનના પાટા પાર કરે છે. આનું એક કારણ લાંબું અંતર ન કાપવું પડે તેમજ સમયની બચત થાય તે માનવામાં આવે છે. કેટલાય લોકો તો હેડફોન લગાવીને ગીતો સાંભળતા-સાંભળતા અથવા તો ફોન પર વાત કરતાં કરતાં આ કારનામું કરે છે. આવી બેદરકારીના કારણે જ કેટલીયવાર મોટી દુર્ઘટના સર્જાય છે.કેટલાક કિસ્સાઓમાં તો લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં લોકો પાયલટની સમયસૂચકતાના કારણે દુર્ઘટના ટળી જતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકો પાયલટની સમજદારીથી જાનહાનિ ટળી ગઈ હતી.

મુંબઈના કલ્યાણની ઘટના

આ ઘટના મુંબઈના કલ્યાણની છે. અહીં એક 70 વર્ષીય વૃદ્ધ બાલ બાલ બચ્યાં. 70 વર્ષીય વૃદ્ધ ટ્રેનના પાટા પરથી પસાર થઈ રહ્યા હતા. તેઓ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓને ચક્કર આવ્યા અને ટ્રેનના પાટા પર ઢળી પડ્યા.

ટ્રેક પર આવી ગઈ ટ્રેન

બીજી તરફ તે જ પાટા પર મુંબઈ-વારાણસી ટ્રેન આવી ગઈ. જો કે, લોકો પાયલટે વૃદ્ધને જોતા જ તાત્કાલિક બ્રેક લગાવી દીધી હતી. જેથી ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ અને મોટી જાનહાનિ ટળી ગઈ. ટ્રેનની સ્પીડ ધીમી થઈ ગઈ હોવા છતાં વૃદ્ધ એન્જિનના આગળના ભાગમાં ફસાઈ ગયા હતા જેને બાદમાં બહાર કઢાયા હતા.

રેલવે મંત્રાલયે ઘટનાની લીધી નોંધ

આ ઘટનાની નોંધ રેલવે મંત્રાલયે પણ લીધી છે. રેલવે મંત્રાલયે ઘટના મુદ્દે ટ્વીટ કર્યું છે. ટ્વીટ સંદેશમાં રેલવે મંત્રાલયે સલાહ આપી છે કે, નિયમો તોડીને ટ્રેક પરથી પસાર ન થવું જોઈએ તેમાં જીવનું જોખમ છે.

બચી ગઈ જીંદગી

મધ્ય રેલવેએ આપેલી માહિતી મુજબ આ ઘટના રવિવારે બપોરે પોણા એક વાગ્યા આસપાસ બની હતી. ટ્રેન થાણેના કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી આગળ વધી રહી હતી. ટ્રેનની ગતિ કંન્ટ્રોલમાં હતી તેમજ લોકો પાયલટ પણ સતર્ક હતા. જેના કારણે વૃદ્ધની જીંદગી બચી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments