Homeતાપણુંમુન્નવર રાણાનું બેથી વધુ બાળકો પેદા શા માટે કરવા એ અંગેનું નિવેદન...

મુન્નવર રાણાનું બેથી વધુ બાળકો પેદા શા માટે કરવા એ અંગેનું નિવેદન ચક્કર આવી જાય એવું છે

Team Chabuk-Gujarat Desk: કવિ મુન્નવર રાણા હાલમાં પોતાની શાયરીઓની જગ્યાએ નિવેદનોને લઈ વધારે ચર્ચામાં રહે છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ફરી આવી તો હું ઉત્તર પ્રદેશ છોડી દઈશથી લઈને હવે મુન્નવર રાણા બાળકો પેદા કરવાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. આ નિવેદન છે. કટાક્ષ છે કે પછી મુર્ખામી પીરસવામાં આવી છે? મુન્નવર રાણાએ બેથી વધારે બાળકો પેદા કરવાને યોગ્ય નિર્ણય ઠેરવ્યો છે. બે બાળકો શા માટે પેદા કરવા તેના પર અસંખ્ય ધડ માથા વગરના કારણો પણ આપ્યા છે.

મુન્નવર રાણાએ જનસંખ્યા નિયંત્રણના કાયદાને લઈ પોતાનું મંતવ્ય સામે રાખ્યું હતું. એમણે બેથી વધારે બાળકો પેદા કરવાને યોગ્ય ઠેરવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘‘બેથી વધારે બાળકો એટલા માટે પેદા કરવામાં આવે છે કારણ કે બે બાળકો એન્કાઊન્ટરમાં મારી નાખવામાં આવે છે. એકને કોરોના થઈ જાય છે. કોઈ અકસ્માતમાં મરી જાય છે. આ એવી જ રીતે છે જેવી રીતે લોકો મુરઘીના આઠથી દસ બચ્ચા ખરીદે છે. હિંદુ હોય કે મુસ્લિમ એકથી વધારે બાળકો એટલા માટે પેદા કરે છે કારણ કે કોઈને કોઈ રીતે તે પૈસા કમાવી લાવે અને ખવડાવી શકે, બાકીનાને તો તમે મારી જ નાખશો.’’

હાલમાં જ મુન્નવર રાણાએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જો 2022ની ચૂંટણીમાં યોગી આદિત્યનાથની સરકાર પરત આવે છે, તો તેઓ રાજ્ય છોડી દેશે. તેમનું નિવેદન કંઈક એવું હતું કે, ‘‘જો યુપીમાં યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બન્યા તો હું રાજ્ય છોડી દઈશ અને એ પણ માની લઈશ કે રાજ્ય મુસ્લિમોના રહેવાને લાયક નથી.’’

હાલમાં જ લખનઉ એટીએસ દ્વારા લખનઉમાં કથિત રીતે સંધિગ્ધ આતંકીઓની ધરપકડ પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ‘‘મુસ્લિમ બાળકો એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવી રહ્યા છે. અલ કાયદાના નામ પર ખોટા કેસ બનાવવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ તો કાયદાથી જીવી નથી શકતો, તો પછી અલ કાયદામાં શું જશે? હું ગુપ્તચર સંસ્થા પર સવાલો ઉઠાવું છું કે એ માસૂમોને શા માટે ફસાવી રહ્યા છો. ઘરમાંથી કૂકર ઉઠાવીને બોમ્બ છે કહેવામાં આવી રહ્યું છે.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments