Homeવિશેષચીન ઉઈગર મુસ્લિમોને આ રીતે ટોર્ચર કરે છે, પગમાં હથોડા મારે, ગુપ્તાંગમાં...

ચીન ઉઈગર મુસ્લિમોને આ રીતે ટોર્ચર કરે છે, પગમાં હથોડા મારે, ગુપ્તાંગમાં કરંટ આપે…

Team Chabuk-Special Desk: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના તાનાશાહી નેતૃત્વ હેઠળ માનવઅધિકારોના હનનના કિસ્સા સતત બહાર આવી રહ્યા છે. ખાસ ચીનના પશ્ચિમી વિસ્તારમાં આવેલ શિનજિયાંગથી, જ્યાં લાખોની સંખ્યામાં રહેતા ઉઈગર મુસ્લિમો પર વર્ષોથી જુલ્મ કરવામાં આવી રહ્યા છે. ચીન શાસનના હિંસાત્મક વલણ ઉપર પીડિતો પહેલા જ ખૂદના અને ઉઈગર મુસ્લિમો પર કરવામાં આવેલા અત્યાચારો વિશે ખુલીને કહી ચૂક્યા છે. હવે ચીનના પોલીસકર્મીએ ખૂદ ઉઈગર મુસ્લિમોને ભયાનક રીતે ટોર્ચર કરવામાં આવે છે તે વાતનો ખુલાસો કર્યો છે.

advertisement-1

બ્રિટિશ મીડિયા કંપની ધ મેલને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીની પોલીસકર્મીએ કેટલાય ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. પોલીસની ઓળખ અને ઈન્ટરવ્યૂ કયા સ્થાન પર લેવામાં આવ્યો તે અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. જોકે અધિકારી દ્વારા કેટલાય પ્રમાણ અને દસ્તાવેજ સામે રાખવામાં આવ્યા છે, જેમાં ઉઈગર મુસ્લિમો પર થતા અત્યાચારો સપાટી પર આવ્યા છે.

advertisement-1

પોલીસકર્મીના જણાવ્યા અનુસાર, સુરક્ષાબળના જવાન શિનજિયાંગમાં બંધ રાખવામાં આવેલા જે પણ ઉઈગર મુસ્લિમોને પકડીને લાવે છે, તેમને ટોર્ચર કરવા માટે ખુરશી સાથે બાંધી દેવામાં આવે છે. તેમને ટોર્ચર કરવાની શરૂઆત મારપીટથી થાય છે. શરૂઆતમાં ઉઈગરોને એક બંધ ઓરડામાં બાંધીને રાખવામાં આવે છે. જ્યાં પોલીસના જવાનો તેમને ઢીકા પાટુના માર મારે છે. તેમની નગ્ન પીઠ પર ચાબુક ફટકારવામાં આવે છે. આવા મોટાભાગના ટોર્ચરોમાં પીડિત વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવે છે.

advertisement-1

ઈન્ટરવ્યૂ લેનારા પત્રકારના જણાવ્યા અનુસાર, ચીનના પોલીસકર્મી દ્વારા તેમને ટોર્ચર કેવી રીતે કરવામાં આવે છે તેના કેટલાક નમૂનાઓ પણ બતાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં ઢોર માર મારતા લોકોની આંખોથી જોવાની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. ટોર્ચરનું આગામી ચરણ લોકોને ઉંઘવા ન દેવાનું હોય છે. ઉંઘ કરે તો એટલો માર મારવામાં આવે કે તેઓ ભાન ગુમાવી બેસે છે. કેટલાય પોલીસકર્મીઓ હથોડા વડે ઉઈગર મુસ્લિમોના પગ તોડી નાખે છે.

advertisement-1

ત્રીજા ચરણના ટોર્ચરમાં ઉઈગરોના ગુપ્તાંગમાં કરંટ લગાવવામાં આવે છે. મહિલાઓ માટે ટોર્ચરની એક પદ્ધતિ એવી છે કે, તેમના હાથમાં હથકડી લગાવી દેવામાં આવે છે અને તેમના હાથને વારંવાર ટેબલ પર પછાડવામાં આવે છે. થોડી મિનિટો બાદ તેમના હાથમાંથી લોહી વહેવા લાગે છે. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેણે 14 વર્ષની ઉંમરના કિશોરોને પણ ટોર્ચરનો ભોગ બનતા જોયા છે. બાળકોને એટલા માટે સજા આપવામાં આવે છે કારણ કે તે મુસ્લિમ છે.

advertisement-1

ખુલાસો કરનારા પોલીસકર્મીની વય 39 વર્ષની છે. એ ચીનના પોલીસકર્મીઓના પરિવારમાંથી આવે છે. ધ મેલને આપેલા ઈન્ટરવ્યૂ બાદ તેણે કેટલાક ફોટોગ્રાફ અને પોલીસના ટોર્ચર સંલગ્ન કેટલાક દસ્તાવેજો પણ સોંપ્યા હતા. જેમાં 2015ના રોજ રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા અધિકારીઓને આપવામાં આવેલો આદેશ પણ સામેલ છે. જિનપિંગે ઉઈગરો પર બાજ નજર રાખવાની સાથે સાથે તેમની તપાસ કરવાનું પણ કહ્યું હતું.

advertisement-1

પોલીસકર્મીએ જણાવ્યું કે, ઉઈગર પોતાનું તવંગરપણું કે શિનજિયાંગથી બહાર જવાનો પ્રયાસ કરે છે તોપણ તેની ધરપકડ કરી લેવામાં આવે છે. ઉઈગર મુસ્લિમોને રોકવા માટે 300થી 500 પગલાંઓ પર એક પોલીસ ચેક પોંઈન્ટ બનાવવામાં આવ્યું છે અને તેના પર સતત તેમને નિયમ અને કાયદામાં રહેવાનો સંદેશો આપવામાં આવે છે. ત્યાં સુધી કે ત્રણ ઉઈગર એક સાથે ઘુમે છે, તો તેમને પોલીસ તપાસમાં સામેલ થવું પડે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ઈસ્લામિક વીડિયો મોકલવા પર પણ યુવાનોને દસ દસ વર્ષ સુધી જેલમાં રહેવું પડે છે.

advertisement-1

પોલીસકર્મીએ અંતમાં જણાવ્યું હતું કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું ઈસ્લામની વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલું અભિયાન એટલું વિસ્તૃત છે કે શાસન લોકોને નિયંત્રિત કરવા ઈચ્છે છે. સરકાર ઈસ્લામ પૂર્ણ કરવાની સાથે સાથે તેમની પરંપરાઓ અને માન્યતાઓને પણ નેસ્તાનાબૂદ કરવા ઈચ્છે છે અને ઉઈગરોની ઓળખ પણ બદલવા માગે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments