Team Chabuk-Political Desk: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આવનારી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અમે 40 ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપીશું. આ નિર્ણય એ તમામ મહિલાઓ માટે છે જેઓ ઈચ્છે છે કે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન આવે, પ્રદેશ આગળ વધે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે પ્રદેશમાં નફરતની બોલબાલા છે. પ્રિયંકાએ મહિલાઓને આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે, રાજનીતિમાં આગળ આવો. કોંગ્રેસનું આવેદન ખુલ્લું રહેશે. આગળ આવો અને ખભાથી ખભો મિલાવીને ચાલો. આ એક શરુઆત છે. આવનારા સમયમાં આ ટકાવારી વધી શકે છે. સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું કોંગ્રેસને આટલા ઉમેદવારો મળી જશે. જેના પર પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમે અમારા ઉમેદવારોને પૂરતી મદદ કરીશું. તેઓ જરૂર જીતશે.

પ્રિયંકા ગાંધીએ આ નિર્ણયને સમાન્ય મહિલાઓને નિર્ણય ગણાવી કહ્યું હતું કે, આ નિર્ણયથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીમાં વૃદ્ધિ થશે. આ નિર્ણય સામાન્ય મહિલાઓ માટે છે. આ નિર્ણય પ્રયાગરાજની પારો માટે છે. આ નિર્ણય ચંદોલીની દીકરીઓ માટે છે. આ નિર્ણય ઉન્નાવની દીકરીઓ માટે છે. આ નિર્ણય રમેશચંદ્રની પુત્રી માટે છે. આ નિર્ણય લખનઉની વાલ્મિકી સમાજની છોકરીઓ માટે છે, જે બેરોજગાર છે. આ નિર્ણય સોનભદ્રની મહિલા માટે છે, જે ન્યાય ઈચ્છે છે. આ નિર્ણય ઉત્તર પ્રદેશની દરેક મહિલા માટે છે, જે પરિવર્તન ઈચ્છે છે.

તેમણે આવેદન પત્ર અંગે વાત કરતા કહ્યું કે, અમે આવેદન પત્ર માગ્યા છે. જે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થશે. પ્રિયંકા ગાંધીએ મહિલાઓને આહ્વાન આપતા કહ્યું કે, આગળ આવો અને મારા ખભે ખભો મિલાવીને સંઘર્ષ કરો.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અમે પરિવર્તનની રાજનીતિ ઈચ્છીએ છીએ. ઉત્તર પ્રદેશમાં પરિવર્તનનું સ્વપ્ન પૂર્ણ થશે. દેશને વિકાસની તરફ આગળ લઈ જવાનો છે. ભાગીદારી માટે મહિલાઓને આગળ આવવું પડશે. મહિલાઓને પોતાની સુરક્ષા ખૂદ કરવી પડશે. મારો નિર્ણય ઉત્તર પ્રદેશની દરેક મહિલા માટે છે. પ્રિયંકા ગાંધીએ લોકોને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, આ વિચારી સમજીને લેવામાં આવેલો નિર્ણય છે. એક ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણય તમામ મહિલાઓ માટે છે. કોંગ્રેસ પૂરી ક્ષમતાની સાથે સરકારથી સડક સુધી લડી રહી છે. મહિલાઓ સેવાભાવથી દેશની તસવીર બદલી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત