Homeગામનાં ચોરેપાકિસ્તાન અને ચીનની દોસ્તી સૌથી મોટો ખતરો : આર્મીચીફ

પાકિસ્તાન અને ચીનની દોસ્તી સૌથી મોટો ખતરો : આર્મીચીફ

Team Chabuk-National Desk : આર્મી ચીફ એમ.એમ.નરવણે કહ્યું છે કે દેશની સેના ન માત્ર પૂર્વ લદ્દાખ પણ ઉત્તરીય બોર્ડર પર પણ હાઈએલર્ટ છે. અહીં સેના દરેક પડકારો સામે લડી શકવા સક્ષમ છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગત્ત વર્ષ પડકારોથી ભરેલું રહ્યું. બોર્ડર પર તણાવ હતો અને કોરોના સંક્રમણનો પણ ભય રહેતો હતો. પણ સેનાએ તેનો મક્કમતાપૂર્વક સામનો કર્યો.

ચીન પાકિસ્તાનની મિત્રતા

સેના પ્રમુખ એમ.એમ.નરવણે કહ્યું કે, પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરી રહ્યા છે અને ટક્કર થાય તેવી આશંકાને દૂર ન કરી શકાય. તેમણે કહ્યું કે, અમે ઉત્તરીય બોર્ડર પર લદ્દાખમાં ઉચ્ચસ્તરની તૈયારીઓ કરી છે. અને કોઈ પણ પડકાર સામે લડવા માટે તૈયાર છીએ.

આકસ્મિક પડકારનો પણ સામનો કરવા તૈયાર

લદ્દાખ અને ઉત્તરી સીમાની તૈયારીઓ વિશે જણાવતા આર્મી ચીફે કહ્યું કે, સેનાએ શિયાળાને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. લદ્દાખની સ્થિતિની જાણકારી આપતા સેના પ્રમુખે કહ્યું કે, અમને શાંતિપૂર્ણ સમાધાનની આશા છે. પણ અમે કોઈ પણ પ્રકારના આકસ્મિક પડકારનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ. આ માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે.

સંવાદ અને સકારાત્મકતા

સેના પ્રમુખે વધુમાં કહ્યું કે પૂર્વ લદ્દાખમાં અમે સાવચેત છીએ. ચીનની સાથે કોર્પ્સ કમાંડર લેવલનો 8 તબક્કાનો વાર્તાલાપ થઈ ચૂક્યો છે અમે આગામી રાઉન્ડની વાર્તાની રાહ જોઈશું. અમને આશ છે કે સંવાદ અને સકારાત્મકતાથી આ સમસ્યાનું નિરાકરણ મળી જશે. તેમણે આપત્તિઓ સામે લડવા માટે ભારતીય સૈન્યએ ઉચ્ચકોટીની તૈયારીઓ કરી રાખી છે અને સૈન્યનું મનોબળ મજબૂત છે એ વાત પણ પ્રેસને જણાવી હતી.

આતંક પ્રત્યે અમારી નીતિ ઝિરો ટોલરન્સની

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા આર્મી ચીફે કહ્યું, પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓને પોષી રહ્યો છે. પણ આતંક પ્રત્યે અમારી નીતિ ઝિરો ટોલરન્સની છે. અમે અમારી પસંદગીના સ્થાન, સમય અને લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ. આ સ્પષ્ટ સંદેશ અમે સીમા પાર બેઠેલા પાડોશી દેશને આપ્યો છે.

આધુનિકરણ પર ભાર

સેનામાં સંસ્થાગત બદલાવ પર આર્મી ચીફે કહ્યું કે, ઈન્ડિયન આર્મી પોતાની ટેકનિક આધારિત ફાઈટિંગ ફોર્સમાં ઢાળી રહી છે. આ વિષય ઉપર એક અભ્યાસ કર્યો હતો અને તેના આધાર પર બનાવવામાં આવેલા રોડ મેપ પર કામ કરવામાં આવી રહ્યું છે. અમે ભવિષ્યના પડકારો વિરૂદ્ધ લડવા માટે સેનાને ટેક્નોલોજી સેવી બનાવી રહ્યા છે. જનરલ નરવણે આ વિષય પર વધારે પ્રકાશ પાડતા કહ્યું કે, ગત્ત વર્ષે જે ગતિવિધિઓ થઈ તેણે એ વાત ઉપર ભાર મુક્યો છે કે અમે અમારી ક્ષમતાને વિકસાવીએ. અમે સેનાના આધુનિકરણ માટે ઘણી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આર્મી ચીફે કહ્યું કે, પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખતા 80થી 85 ટકા કરારો ભારતીય કંપનીઓ સાથે કરવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments