UAEમાં રહેતાં ભારતીય મૂળના અરબોપતિ બીઆર શેટ્ટી 2 અરબ ડૉલરની પોતાની કંપનીને માત્ર 1 ડૉલર એટલે કે 73.52 રૂપિયામાં વેચી રહ્યા છે. બીઆર શેટ્ટીની કંપની ફિનાબ્લર પીએલસીને ઈઝરાયલ-UAE સંઘ ખરીદી રહ્યું છે.
અરબોનું દેવું હતું
ગયા વર્ષથી જ શેટ્ટીની પડતી ચાલુ થઈ હતી. તેમની કંપની પર અરબો રૂપિયાનું દેવું તો હતું જ ઉપરથી તેમના વિરૂદ્ધ છેતરપિંડી મુદ્દે તપાસ પણ ચાલી રહી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમની માર્કેટ વેલ્યૂ 2 બિલિયન ડોલર હતી બીજી તરફ તેમના પર 1 અરબ ડોલરનું દેવું હતું.

GFIH સાથે કરાર
બીઆર શેટ્ટીની ફાઈનાન્સીયલ સર્વિસ કંપની છે. જેનું નામ ફિનાબ્લર પીએલસી છે. તેમણે જાહેરાત કરી છે કે, તેમણે ગ્લોબલ ફિનટેક ઈન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ (GFIH) સાથે એક કરાર કર્યો છે. GFIH ઈઝરાયલના પ્રિઝ્મ ગૃપની સહયોગી કંપની છે. જેને ફિનાબ્લાર પીએલસી લિમિટેડ પોતાની તમામ સંપત્તિ વેચી રહી છે. ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી એહુદ ઓલમર્ટ સાથે જોડાયેલા પ્રિઝ્મ ગૃપે લેવડ-દેવડ સંબંધી અબુ ધાબીના રોયલ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ સાથે એક સંઘનું નિર્માણ કર્યું છે.
ફિનાબ્લર પીએલસી પર 1 બિલિયન ડોલરનું દેવું છે
ગયા વર્ષે ફિનાબ્લર પીએલસીની માર્કેટ વેલ્યૂ 2 બિલિયન ડૉલર હતી. કંપની દ્વારા આ જ વર્ષે એપ્રીલમાં અપાયેલી જાણકારી મુજબ તેના પર 1 બિલિયન ડોલરનું દેવું હતું. આ કરાર સંયુક્ત અરબ અમીરાત અને ઈઝરાયલની કંપની વચ્ચે થયો છે. બંને દેશોએ આ વર્ષની શરૂઆતમાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એ દરમિયાન જ બેંકિંગથી લઈને મોબાઈલ ફોન સેવા જેવી ડીલ પર પણ બંને દેશો વચ્ચે હસ્તાક્ષર થયા હતા.
છેતરપિંડીનો પણ હતો આરોપ
ફિનાબ્લાર પીએલસી ઉપરાંત શેટ્ટીની અબુધાબી સ્થિત કંપની NMC હેલ્થના શેર ડિસેમ્બરમાં 70 ટકા તૂટ્યા હતા. ભારતીય મૂળના અરબોપતિ શેટ્ટીની કંપનીઓ વિરૂદ્ધ છેતરપિંડીનો પણ આરોપ છે. ગયા વર્ષે તેમની કંપનીના શેર પર વેપાર માટે પણ રોક લગાવી દેવામાં આવી હતી. આમ, શેટ્ટીની કંપનીઓની સાખ બજારમાં ખુબ ખરાબ થઈ ગઈ હતી. કોઈ અન્ય કંપની પણ તેમના બિઝનેસમાં રોકાણ કરવા તૈયાર ન હતી.

8 ડોલર લઈ UAE પહોંચ્યા હતા શેટ્ટી
UAEમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં સંપત્તિ બનાવનારા 77 વર્ષના શેટ્ટી મૂળ ભારતીય છે. 1970માં તેમણે NMC હેલ્થની શરૂઆત કરી હતી. 70ના દશકામાં શેટ્ટી માત્ર 8 ડોલર લઈને UAE પહોંચ્યા હતા અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી.
આવી રીતે ઉભું કર્યું હતું સામ્રાજ્ય
બીઆર સેટ્ટીએ 1980માં અમીરાતના સૌથી જૂના રેમિટેન્સ બિઝનેસ UAE એક્સચેન્જની શરૂઆત કરી હતી. UAE એક્સચેન્જ, યૂકેની એક્સચેન્જ કંપની ટ્રેવવલેક્સ તેમજ કેટલાય નાના-નાના પેમેન્ટ સોલ્યૂશન્સ પ્રોવાઈડર્સ તેમજ શેટ્ટીની ફિનાબ્લર સાથે મળીને 2018માં સાર્વજનિક થઈ. શેટ્ટીએ હેલ્થકેર અને ફાઈનાન્સિયલ સર્વિસ ઉપરાંત હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ ફાર્માસ્યૂટિકલ મેન્યૂફેક્ચરિંગ તેમજ રિયલ એસ્ટેડમાં હાથ અજમાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત