Team Chabuk-Tech Desk: વર્ષ 2023 ચાલી રહ્યું છે લોકો નવા વર્ષમાં નવી કાર ખરીદી રહ્યા છે. નવી કાર ખરીદતા પહેલા માઈલેજ, કિંમત, ફિચર્સ બધુ જાણવું ખૂબ જ જરુરી બની જાય છે. જો તમે પણ કાર ચલાવવાના શોખીન છો, અને કાર ચલાવવાનું મન બનાવી લીધુ છે, તો અમે તમારા માટે અહીં બેસ્ટ પાંચ એસયુવી બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.
The Grand Vitara
આ લિસ્ટમાં મારુતિ સુઝુકીની The Grand Vitara પહેલા નંબર પર છે, મારુતિની આ કારને હાલમાં જ લૉન્ચ કરવામાં આવી છે. આ એસયુવીની કિંમત 10.45 લાખ રૂપિયાથી 19.65 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. આમાં 1.5 L પેટ્રૉલ માઇલ્ડ હાઇબ્રિડ અને 1.5 L સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ પેટ્રૉલ એન્જિન છે. એસયુવી માઇલ્ડ હાઇબ્રિડ મેન્યુઅલ વેરિએન્ટ પર 19.38 kmpl અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ ઇ-સીવીટી ટ્રાન્સમિશન પર 27.97 kmpl ની માઇલેજ આપવામાં સક્ષમ છે.
toyota Urban Cruiser Hyryder
તાજેતરમાં જ ટોયોટાએ પોતાના અર્બન ક્રૂઝર હાઇ રાઇડરને માર્કેટમાં ઉતારી છે. જેની કિંમત 10.48 લાખ રૂપિયાથી 18.99 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. ટોયોટા પોતાની આ કારમાં 1.5L પેટ્રૉલ એન્જિનની સાથે માઇલ્ડ અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ ટેકનોલૉજીનો ઓપ્શન પણ આપ છે. આ એસયુવી માઇલ્ડ હાઇબ્રિડ વેરિએન્ટમાં 19.39 lmpl અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ વેરિએન્ટમાં 27.97 kmpl સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.
The new Hyundai VENUE
The new Hyundai VENUE પોતાની આ કૉમ્પેક્ટ એસયુવી કારને નવા અપડેટની સાથે માર્કેટમાં ઉતારી ચૂકી છે. જેની કિંમત 7.53 લાખ રૂપિયાથી 12.72 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. આ એસયુવી બે એન્જિનનો ઓપ્શન પહેલો 1.2 L પેટ્રૉલ એન્જિન છે, બીજુ 1 L ટર્બો પેટ્રૉલ એન્જિનની સાથે ઉપલબ્ધ છે. કંપની પોતાની આ કારને 23.7 kmpl માઇલેજનો દાવો કરે છે.
Tata Nexon
ટાટાની બેસ્ટ સેલિંગ એસયુવી કાર Tata Nexon દેશની સૌથી સુરક્ષિત કારોમાંની એક છે. કંપની આને 7.70 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત સેલ કરે છે. આ એસયુવી બે એન્જિનના ઓપ્શનની સાથે ઉપલબ્ધ છે. પહેલા ત્રણ સિલીન્ડર વાળા 1.2 L ટર્બો પેટ્રૉલ એન્જિન અને બીજું ચાર સિલેન્ડર વાળુ 1.5 L ટર્બો ડીઝલ એન્જિન છે. અલગ અલગ હિસાબથી આ કાર 16-22 kmpl સુધી માઇલેજ આપવામાં સક્ષમ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત