Team Chabuk-Sports Desk: આગામી જૂન મહિનાથી શરૂ થનાર ICC મેન્સ T-20 ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. BCCIએ 15 સભ્યોના નામની જાહેરાત કરી છે. ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની સુકાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની અધ્યક્ષતામાં પસંદગી સમિતિએ ખૂબ જ ચર્ચા વિચારણા બાદ 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે.
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકિપર), મોહમ્મદ સિરાઝ.
રિઝર્વ- શુભમન ગિલ, રિંકુ સિંગ, ખલીલ અહેમદ, આવેશ ખાન.

ટી-20 વર્લ્ડકપમાં આ વર્ષે કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. કુલ ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે. એક ગ્રુપમાં પાંચ ટીમ સામેલ કરવામાં આવી છે. ભારતીય ટીમ એ ગ્રુપમાં સામેલ છે. ગ્રુપ-એમાં ભારત ઉપરાંત આયરલેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયરલેન્ડ સામે રમાશે.
ICC Men’s T20 World Cup 2024 – India’s Fixtures (Group A matches) | |||
Date | Day | Match | Venue |
05-June-24 | Wednesday | India vs Ireland | Nassau County International Cricket Stadium, New York |
09-June-24 | Sunday | India vs Pakistan | Nassau County International Cricket Stadium, New York |
12-June-24 | Wednesday | USA vs India | Nassau County International Cricket Stadium, New York |
15-June-24 | Saturday | India vs Canada | Central Broward Park & Broward County Stadium, Lauderhill |
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
— BCCI (@BCCI) April 30, 2024
Let's get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?