Team Chabuk-International Desk: ઓસ્ટ્રિયાના ગ્રાજ શહેરમાં રહેનારા એક વૃદ્ધને તેની ઢળતી ઉંમરે કડવો અનુભવ થઈ ગયો. એ ઉઠીને અડધી પડધી ઉંઘમાં ટોયલેટ જવા ગયા. ટોયલેટમાં બેસી ગયા અને તેમને મહેસૂસ થયું કે તેમને પાછળના ભાગે કંઈક અડકી રહ્યું છે. જ્યારે તેમણે પાછળ વળીને જોયું ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. એ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં પાયથને ડંખ ભરી લીધો હતો. તપાસમાં એ સામે આવ્યું કે આ પાંચ ફૂટનો અજગર બીજા કોઈનો નહીં પણ તેમના પાડોશીનો જ છે.
આ વ્યક્તિ કંઈ કરે તે પહેલા જ અજગરે તેના પર હુમલો કરી દીધો હતો. વ્યક્તિએ પોલીસને તાબડતોડ ફોન કર્યો હતો અને પોલીસ સાપ નિષ્ણાતને લઈ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં હવે તેની તબિયત સ્થિર છે.
આ સમગ્ર ઘટના વિશે ડોક્ટરોનું કહેવું હતું કે પાયથન ઝેરી તો નથી હોતા પણ એ વાતનો ખતરો ખરો કે સાપ ટોયલેટમાં હાજર બેક્ટેરિયાનાં કારણે ઈનફેક્ટ થઈ ગયો હોય અને એ કારણે જ આ વ્યક્તિમાં પણ ઈન્ફેક્શનની સંભાવના વધી ગઈ હોય.
પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે તેમના પાડોશીની પાસે એક બે નહીં કુલ અગિયાર સાપ છે. જોકે એક પણ સાપ ઝેરી નથી. તેમના પાડોશીએ સાપને રાખવા માટે ખાસ પ્રકારના પિંજરા તૈયાર કર્યા છે. 24 વર્ષીય સાપ પ્રેમીને એ વાતનો ખ્યાલ નહોતો કે તેનો એક અજગર ગાયબ થઈ ગયો છે. જ્યારે પોલીસ તેના સાપને તેની પાસે ફરી લઈ આવી ત્યારે તેને પણ આશ્ચર્ય થયું કે બંધ પીંજરામાંથી આ સાપ ત્યાં સુધી કેવી રીતે પહોંચી ગયો.
સ્થાનિક મીડિયા સાથે સાપના નિષ્ણાતે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ 40 વર્ષથી સાપ પકડવાના વ્યવસાયમાં સક્રિય છે પણ કોઈ દિવસ આવી ઘટના તેમની સામે નથી આવી. ડ્રેન સિસ્ટમમાંથી કેવી રીતે એક સાપ પાડોશીના વોશરૂમમાં પહોંચી ગયો? આ સિવાય પોલીસે સ્થાનિક એનિમલ સર્વિસને પણ એલર્ટ કરી દીધી છે. આ વ્યક્તિના ઘરે સાપ આટલી મોટી માત્રામાં હાજર હોવાથી હાલ તે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત