Team Chabuk-Tech Desk : 8 ફેબ્રુઆરીથી 2021થી લાગુ થનારી વોટ્સએપની નવી પોલીસી અંગે વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં WhatsAppએ દાવો કર્યો છે કે, તે તેની નવી સેવાની શરતોથી યુઝર્સની પ્રાઈવેટ ચેટ પર કોઈ અસર નહી થાય. WhatsAppએ આ વાત સત્તાવાર જાહેર કરી છે.
WhatsAppએ શું કહ્યું ?
WhatsAppએ કહ્યું છે કે, નવા અપડેટથી વોટ્સએપના માધ્યમથી શોપિંગ અને બિઝનેસ કરવામાં પહેલા કરતા સરળતા રહેશે. મોટા ભાગના લોકો આજે ચેટિંગ ઉપરાંત બિઝનેસ એપ તરીકે પણ કરી રહ્યા છે. અમે અમારી પ્રાઈવેસી પોલીસીને બિઝનેસ માટે એક સુરક્ષિત હોસ્ટિંગ સર્વીસ માટે અપડેટ કરી છે જેથી નાના વેપારીઓને વોટ્સએપ માટે પોતાના ગ્રાહકો સુધી પહોંચવામાં સરળતા રહે. તેના માટે અમે અમારી પેરેંટ કંપની ફેસબુકની પણ મદદ લઈશુ.
પ્રાઈવસીમાં ભંગ નહીં થાય
WhatsAppના એક પ્રવક્તાએ કહ્યું કે, આ અપડેટથી યુઝર્સની પ્રાઈવસીમાં કોઈ ભંગ નહી થાય. કંપની આજે પણ યુઝર્સની પ્રાઈવસી માટે પ્રતિબદ્ધ છે. નવા અપડેટથી ફેસબુક અને વોટ્સએપ વચ્ચે ડેટા શેરિંગ માટે કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.
વાત શું વહેતી થઈ છે ?
WhatsAppએ નવી પોલીસી જાહેર કરી છે જે મુજબ કહેવામાં આવ્યું છે કે, WhatsApp પોતાની પેરેંટ કંપની ફેસબુકને પહેલાંથી વધારે ડેટા શેર કરશે જેનો ઉપયોગ જાહેરખબરોમાં થશે. WhatsApp યુઝર્સને એક નોટિફિકેશન મોકલી રહી છે. જે 8 ફેબ્રુઆરી સુધીમાં એગ્રી સિલેક્ટ કરવું પડશે. જો કોઈ યુઝર્સ એગ્રી નહીં થાય તો તેનું એકાઉન્ટ ડિલિટ થઈ જશે.
એવો દાવો છે કે, આ નિર્ણયના કારણે વોટ્સએપ પોતાના કરોડો યુઝર્સનો ડેટા યુઝ કરી શકશે. નવી પોલીસી મુજબ વોટ્સએપ આ ડેટાને તેની પેરંટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. આમ, યુઝર્સના ડેટાના ઉપપયોગથી બંને એપને આર્થિક ફાયદો કરાવી શકે છે.
ભારતમાં 40 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. એટલે કે, જો ભારતમાં આ 40 કરોડ લોકો વોટ્સએપની નવી પોલીસી સાથે એગ્રી થાય તો તેમનું લોકેશન, આઈપી એડ્રેસ, કોલ જેવા તમામ ડેટા એક્સેસ કરી શકશે.
અન્ય એપ તરફ વળ્યા યુઝર્સ
વોટ્સએપની નવી પોલીસીના કારણે લોકો હવે વોટ્સએપના વિકલ્પમાં બીજી એપ્લીકેશન તરફ વળી રહ્યા છે. વોટ્સએપના બદલામાં લોકો ટેલિગ્રામ અને સિગ્નલ ડાઉનલોડ કરી રહ્યા છે. તેમાં પણ એલન મસ્કના ટ્વીટ બાદ સિગ્નલની ડિમાંડ વધી ગઈ છે. તાજેતરમાં જ સિગ્નલનું સર્વર જામ થઈ ગયું હતું.
આ પણ જાણી લો
વોટ્સએપ પાસે યુઝર્સના 15થી વધારે પ્રકારના ડેટા રહે છે. ફેસબુક પાસે 30 પ્રકારના ડેટા રહે છે. ટેલિગ્રામ તમારા 3 પ્રકારના ડેટા સાચવે છે. જ્યારે નવી એપ્લીકેશન સિગ્નલ દાવો કરે છે કે તેની પાસે માત્ર યુઝરનો મોબાઈલ નંબર જ રહે છે. દુનિયાભરમાં વોટ્સએપના 500 કરોડ યુઝર્સ છે. મેસેન્જરનો 100 કરોડ લોકો ઉપયોગ કરી રહ્યા છે. ટેલિગ્રામના દુનિયામાં 50 કરોડ યુઝર્સ છે. જ્યારે સિગ્નલના દુનિયામાં 1 કરોડ યુઝર્સ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત