Team Chabuk-International Desk: દુનિયામાં ક્યારે કોની કિસ્મત પટલાઈ જાય તે કોઈને ખબર નથી હોતી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે વ્યક્તિ પર એક સામાન્ય દેખાતી વસ્તુના કારણે ધનવર્ષા થઈ ગઈ. લંડનમાં રહેતા એક વ્યક્તિના હાથમાં એક એવી વસ્તુ આવી ગઈ કે તેની કિસ્મત બદલાઈ ગઈ. આ વ્યક્તિએ લંડનના રસ્તા પર ભરાતી માર્કેટ (કાર બૂટ સેલ)માંથી એક જૂની ચમચી ખરીદી. આ ચમચી બહું જ જૂની અને વાંકી-ચૂકી હતી. આ વ્યક્તિને એક નજરમાં જ અંદાજો આવી ગયો કે આ ચમચી ખાસ છે. તેણે માત્ર 90 પૈસામાં તે ચમચી ખરીદી લીધી.
13મી સદીની ચમચી
તેણે આ ચમચીને ઓનલાઈન વેચવા માટે કાઢી તો તેને પણ વિશ્વાસ ન થયો. આ ચમચીના બદલામાં તેને લોકો લાખો રૂપિયાની ઓફર કરી રહ્યા હતા.દાવો કરાયો છે કે, ચમચી ખરીદ્યા બાદ યુવકે Somersetના સિલ્વર એક્સપર્ટનો સંપર્ક કર્યો. તેણે આ વ્યક્તિને કહ્યું કે, ચમચી બહુ કિંમતી છે. ઓક્શન હાઉસના એલેક્સ બુચરે કહ્યું કે, આ ચમચી 13મી સદીની છે અને તેની કિંમત લાખો રૂપિયામાં છે.
2 લાખ જેટલા રૂપિયા મળ્યા
હરરાજીમાં શરૂઆતમાં ચમચીની કિંમત 52 હજાર રૂપિયા આંકવામાં આવી. જો કે, ત્યારબાદ તેની કિંમત વધતી ગઈ છે. છેલ્લે ચમચીની બોલી 1 લાખ 97 હજાર બોલાઈ. ટેક્સ અને વધારાના ચાર્જ જોડતા તેની કિંમત 2 લાખથી વધુ થઈ ગઈ. જે તેની મૂળ કિંમત કરતાં લગભગ 12 હજાર ગણા વધુ છે. 90 પૈસાની વસ્તુની 2 લાખ રૂપિયા જેટલી કિંમત મળતા તે પણ ખુશ થઈ ગયો હતો.
ચાંદીની આશાએ ખરીદી ચમચી
આ ચમચી પાંચ ઈંચ લાંબી છે. સાથે જ તેની ડિઝાઈન રોમન યુરોપિયન સ્ટાઈલ છે. તે બહુ ખરાબ રીતે દબાયેલી હતી. એવું લાગી રહ્યું છે કે, આ ચમચી વર્ષોથી પાણી અથવા જમીનમાં દટાયેલી હશે. જે વ્યક્તિએ આ ચમચી ખરીદી હતી તેને લાગી રહ્યું હતું કે ચમચી ચાંદીની છે. જે બાદ તેણે આ ચમચીને ખરીદી લીધી અને તરત ઓક્શન હાઉસનો સંપર્ક કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત