Homeગામનાં ચોરેગજબનો ચિકનપ્રેમ, સામે મોત હતું છતાં યુવક આરામથી ચિકન આરોગી રહ્યો હતો

ગજબનો ચિકનપ્રેમ, સામે મોત હતું છતાં યુવક આરામથી ચિકન આરોગી રહ્યો હતો

Team Chabuk-International Desk:  માની લો કે તમે કોઈ હોટલમાં આરામથી જમી રહ્યા છો, એવામાં હોટલમાં કોઈ એક શખ્સ બંદૂક લઈને આવી ચઢે અને તમને ગન પોઈન્ટ પર રાખી દે તો ? આવી સ્થિતિમાં તમે જમવાનું છોડી જીવ બચાવવા માટે વિચારવવા લાગશો ને ? પરંતુ કોઈ એવું કહે કે એક યુવક બંદૂકના નાળચાને અવગણીને જમવામાં વ્યસ્ત રહ્યો તો ? માનવામાં ન આવે તેવી આવી જ એક ઘટના બની છે અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કેટલાક લોકો તો આ યુવકને કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની સાથે પણ સરખાવવા લાગ્યા છે.

વીડિયોમાં શું છે ?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવાનો એક હોટલમાં છે. બે કપલ પોતાના ટેબલ પર ચિકનની મજ્જા માણી રહ્યા છે. એવામાં એક શખ્સ હેલમેટ પહેરીને હોટલની અંદર ઘૂસે છે. બંદૂક કાઢે છે અને હાજર વ્યક્તિઓ સાથે લૂટફાટ કરે છે. ગેટ પાસે ઉભેલી એક યુવતી અને બે યુવક ડરીને ત્યાથી ભાગી છૂટ છે. બીજી તરફ બંદૂકધારી શખ્સ ટેબલ પર બેઠેલા લોકો પાસેથી ચેઈન અને રૂપિયા સહિતનો સામાન લૂંટી લે છે.

બંદૂકધારી શખ્સે લૂંટ ચલાવી

આ સ્થિતિમાં કોર્નર પર બેસેલું દંપતી પોતાની વસ્તુઓ છુપાવવા લાગે છે. જ્યારે જે ટેબલ પર બંદૂકધારી શખ્સ લૂંટ કરી રહ્યો છે ત્યાં બેઠેલો એક યુવક આરામથી ચિકન ખાઈ રહ્યો છે. યુવકની બાજુમાં બેઠેલી યુવતી ગભરાઈ જાય છે પરંતુ યુવક ચિકન ખાવામાં મસ્ત છે. એટલું જ નહીં યુવક બંદૂકધારી શખ્સને સામેથી મોબાઈલ પણ આપી દે છે એ પણ આરામથી ચિકન આરોગતા-આરોગતા. ત્યારબાદ બંદૂકધારી શખ્સ ત્યાથી ફરાર થઈ જાય છે.

17 જૂન રાત્રિના 10 વાગ્યાની ઘટના

દાવો કરાયો છે કે, આ વીડિયો સ્પેનિશ બોલનારા કોઈ દેશનો હોઈ શકે છે. સીસીટીવી ફૂટેજ મુજબ આ ઘટના 17 જૂને રાત્રિના 10 વાગ્યાની છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ શખ્સને ધોની સાથે સરખાવ્યો છે. કે પ્રેસરમાં જેમ ધોની કૂલ રહે છે તેમ આ શખ્સ પણ કૂલ રહ્યો. જો કે, આ ઘટનાને ક્રિકેટ સાથે સરખાવી ન શકાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments