ઝાલાવાડથી જલજીરા : 2020માં આપણે જેટલો ભયમુક્ત થવાનો વિચાર આપણા મસ્તિષ્કમાં લાવીએ છીએ એટલા ભયની નજીક પહોંચતા જઈએ છીએ. જેવું કાલ થયું. ટોમ એન્ડ જેરીનું ટ્રેલર આવ્યું અને ઈન્ટરનેટ પર આ ટ્રેલરને વખોડી કાઢવામાં આવ્યું. કથાવસ્તુમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એ જ બિલાડી અને ઉંદરની અહર્નિષ ચાલતી લડાઈ છે. જે મનોરંજન આપવાની, પણ વચ્ચે માનવજાતિ ઘુસાડીને શું કરવી ? વિઝ્યુઅલ ઈફેક્ટનો પ્રયોગ કરી Ratatouille જેવી ફિલ્મમાં જેમ કાર્ટુન માનવો બતાવ્યા હતા તે કરી શકાયું હોત, તેની જગ્યાએ અમારા પોસ્ટરમાં અમે લખ્યું છે એ રીતે.

તેનું ટ્રેલર Ratatouilleની કથાની સુવાસ પ્રસરાવે છે. Ratatouilleમાં એક ઉંદર છે. જેને ભોજન બનાવવાનો શોખ છે. એક નબળો કૂક છે. જે ભોજન નથી બનાવી શકતો. તેની મદદ ઉંદર કરે છે. સમગ્ર ફિલ્મ એક હોટલમાં પૂરી થઈ જાય છે. અહીં પણ એક હોટલ છે. કેટલોક સ્ટાફ ઈચ્છે છે કે ઉંદર અને બિલાડાને હોટલનું કામ ન સોંપાય. કેટલાક કહે છે કે સોંપી દેવાય. બસ સારું અને નરસું માપવાનું છે.
તમારી આંખો તેને તિરસ્કારથી જુએ. એનું સંગીત ખૂબ લાઉડ થઈ ચૂક્યું છે. મેટ્રો-ગોલ્ડન-મેયરમાં સિંહ મોઢું ફાડતો અને પછી જે સંગીત શરૂ થતું તેની ગેરહાજરી વર્તાયા વિના નથી રહેતી. બે વિચારો આવે છે. એક કાર્ટુન ફિલ્મ જોઈ રહ્યા છીએ કે એક ફિલ્મ જ જોઈ રહ્યા છીએ.
એક સામાન્ય કથાનકમાંથી બિલાડી અને ઉંદરની ભાગમભાગી અને બાધાબાધી થવી એ જોઈ હસવું આવી શકે. ટ્રેલરમાં એ બતાવે છે. છેલ્લે છેલ્લે 90ના દાયકામાં જન્મેલા અને યુવા થઈ ગયેલા લોકોની સહાનુભૂતિ જીતવા માટે!!
વોર્નર બ્રધર્સ કોઈ પણ સારી વસ્તુને બગાડવાની પૂરતી શક્તિ ધરાવે છે. બગાડવામાં પૂરતી શક્તિ લગાવી પણ દે છે. તેણે ડિસી કોમિક્સની ઘણી સારી ફિલ્મો સિવાય કે બેટમેન અને જોકર બધામાં રંધો ફેરવી દીધો છે. ભારતમાં જે જુઓ છો એ તમને હિટ લાગે છે, પણ હોલિવુડમાં એ સલમાન ખાન બની જાય છે મિત્રો..
ભારતમાં ટોમ એન્ડ જેરીના લોકપ્રિય થવાનું કારણ ડીસના છેડા હતા. એની પોતાની પ્રાઈવેટ ડેન નેટવર્ક અને બીજા ઘણા નેટવર્કમાં રોજ ગીતો આવ્યા કરતા હતા. ગીતો સિવાય મનોરંજનના ભાગરૂપે અને ડ્યુરેશન પણ આરામથી નીકળી જાય એટલે ટોમ એન્ડ જેરીના પાંચથી સાત મિનિટનાં કટકા મૂક્યા. જેમાં ઝઘડે, લડે, હસાવે, હાર કે જીત થાય અને વાર્તા પૂરી થઈ જાય.
કાર્ટુન નેટવર્ક આવ્યું ત્યારે તેનો એક સમય નક્કી થઈ ગયો કે બપોરના એક વાગ્યે કે રાતે છ વાગ્યે તેનું પુન: પ્રસારણ થશે. જોકે કાર્ટુન નેટવર્ક બીજા પ્રોગ્રામના કારણે ચાલતી હતી, ટોમ એન્ડ જેરીના કારણે નહીં. ટોમ એન્ડ જેરીનું ડીસના છેડાવાળા સતત પ્રસારણ બતાવતા રહેતા હતા. એ ચેનલ તમારા જિલ્લા કે તાલુકા સિવાય કોઈને નહીં ખબર હોય. એ લોકલ ચેનલે એક વાત સાબિત કરી બતાવી કે સારું કન્ટેન્ટ હોય તો કોઈ જોવા નથી બેઠું કે લોગો શું છે ? ચેનલ કઈ કંપનીની છે ? ચેનલનો માલિક કોણ છે ?
આજે 90ના દાયકામાં જન્મેલા બાળકો એ વખતે છઠ્ઠા અને સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા હશે. તેઓ શાળાએથી દોડીને આવતા હતા. સ્કૂબી ડૂને જોવા માટે. આજે એ મોટા થઈ ગયા છે. એમના ઘરમાં પણ કેટલાક છોકરાઓ રમતા હશે, એવી વાત પણ કાલ ગોવાબાપાએ કરી. પણ એમણે જ્યારે ટ્રેલર જોયું હશે ત્યારે….

ફક્ત બે પાત્રોનું જ આપસી ઘમાસાણ ન રહે એટલે તેમાં સમયાંતરે કેટલાક પાત્રો ઉમેરાયા. સ્પાઈક અને ટાઈક. એક બુલડોગ અને બેબી બુલડોગ. બુચ નામનો જેરીનો વિરોધી જે કોઈ પણ હિસાબે જેરીને ખાવા માગે છે. ટોમનું કામ હંમેશાં જેરીને ખાવાનું નથી હોતું. કેટલીક વખત તે મજાક માટે પજવણી કરે છે. ટફી નામનો એક નાનો ઉંદર છે જે જેરીનો ભત્રીજો છે. તેને ખાવાનો ખૂબ શોખ છે. ફટાકડા ફોડવા અને ભોજનને બચાવવું આવા બે એપિસોડ યાદ હોય તો તેમાં ટફી હતો. એકમાં તે ખાધા જ રાખે છે બીજામાં તે ફટાકડા ફોડ્યા જ રાખે છે. ક્વૈકર નામનું એક બતક છે. પીળા કલરનું. મેમી ટ્રૂ શૂઝ નામની એક મહિલા દેખાય છે. આ મહિલાનો ચહેરો નથી દેખાતો બસ સ્થૂળકાય શરીર દર્શાવે છે. એનો ચહેરો જોવાની કોઈને ક્યારે પણ ઉત્સુકતા ન થઈ જ્યારે અહીં આખે આખા જીવતા માણસ બતાવી દીધા છે.
1930ના ઉતરાર્ધમાં વિલિયમ હેન્ના અને જોસેફ બાર્બરા MGMની રુડોલ્ફ આઈસિંગ યુનિટમાં કામ કરતા હતા. બાર્બરા સ્ટોરી અને કેરેક્ટરને ડિઝાઈન કરતી હતી. હેન્ના તેનું દિગ્દર્શન કરતી હતી. એમણે જે પહેલી શોર્ટ ફિલ્મ બનાવી તે પુલ ગેટ્સ ધ બુટ હતી. 1940માં તે સિનેમાઘરમાં આવી. વાર્તા શું હતી ? બધાએ જોઈ છે.
જેસ્પર નામનો એક બિલાડો. (ત્યારે તેનું નામ જેસ્પર હતું. પછી થોમસ થયું પછી ટોમ થયું.) એ એક ઉંદરને પકડવામાં ઘરનો સામાન તોડતો જાય છે. તેની નોકરાણી મેમી જે બાદમાં તેની શેઠાણી પણ બને છે તે તેને અટકાવે છે. ધમકી આપે છે કે ઘરનો હવે એક પણ સામાન તૂટ્યો તો તારા હાડકા ખોખરા કરી નાખીશ. આ તકનો ફાયદો ઉઠાવતા જેરી એક બાદ એક વસ્તુઓ તોડતો જાય છે. જેસ્પર તેને પકડતો જાય છે. જો એક પણ વસ્તુ તૂટીને નીચે પડે તો આવી બન્યું.
ટોમ એન્ડ જેરીને લોકપ્રિય કરનારા રાજકારણીઓ હતા. કેટલાક નેતાઓએ આ કાર્ટુન અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો કે, એમાં જે શેઠાણી છે તે કોઈ નક્સલીની રીતે પ્રેઝન્ટ કરવામાં આવી રહી છે. એ શેઠાણી ટોમને મારતી ત્યારે કેટલીક પ્રાણી સંસ્થાઓ પણ તૂટી પડેલી હતી કે આનાથી બાળકો પર શું પ્રભાવ પડશે. આ બધું 1960 પછી થયું જ્યારે ટોમ એન્ડ જેરીની એન્ટ્રી ટીવી પર થઈ. હવે તેને બધા જોઈ શકતા હતા.
ઉપરની કથા તો લાંબી ચાલે એવી છે. ઈન્ટરનેટરની વાત. તકલીફ થઈ છે એ બધાને. ટ્રેલર તેમને ગમતું નથી. યુઝર્સ કહે છે અમારે આવું જોઈતું જ ન હતું. એ બધા ફિલ્મ ટોમ એન્ડ જેરી માટે જોશે પણ વચ્ચે જે માનવતાનો મહેરામણ ઘુસાડવામાં આવ્યો છે તેને કોઈ દિવસ સહન નહી કરે. એમને બસ એક સારું સંગીત જોઈએ છે. ઉંદર-બિલાડી અને બુલડોગ જોઈએ છે. વાત પૂરી.
WE NEED SPIKE TO RECREATE THIS EPIC MOMENT pic.twitter.com/B0rD1cWDMn
— BlackDragonSalesman (@MrMcdoidles) November 17, 2020
The fact it takes place in the real world, has no cohesive story except for Tom and Jerry fighting like they’ve always done, and the fact that this trailer is stuffed to the brim with pop and rap songs…I can say I don’t have high hopes at all for this movie.
— Mind Reader (@MasterofBillys) November 17, 2020
If doesn’t have this sound effects it’s not Tom and Jerry. pic.twitter.com/l7eOlrbfae
— Presidencia de la Republica Polombiana (@PPolombiana) November 17, 2020
Who’s willing to bet that most of the slapstick was in the trailer and the movie itself is mostly focused on the humans doing boring personal issues like a majority of movies like this
— Justin says Break out the gullotines! (@WolfmanJustin) November 17, 2020
I am so Glad they didn’t try to make Tom & Jerry realistic in anyway. It’s so refreshing to see cartoons characters in the real world without any ugly realistic features slapped on to make it somewhat more “Believable”
— Kitty-catfox #SaveTrickmoon (@KittenFox55) November 17, 2020
This is giving me awful flashbacks to the Rocky and Bullwinkle movie. Why are the characters CG? In fact, why is it live action? Who wanted this?
— Benjamin ‘Camry’ L. #BLM (@realbcousin100) November 17, 2020
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત