Team Chabuk-International Desk: ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન દોડધામ થઈ જેમા અત્યાર સુધીમાં 127 લોકોના મોત થયા છે જ્યારે 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પૂર્વ જાવાના કંજુરુહાન સ્ટેડિયમમાં શનિવારે રાત્રે આ દુર્ઘટના બની હતી બની હતી.
મળતી માહિતી મુજબ ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ઇન્ડોનેશિયાની BRI લીગ-1માં અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચમાં પર્સબાયાની ટીમ હારી જતાં મામલો બિચક્યો હતો. હારી ગયેલી ટીમના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા હતા. બીજી તરફ મેદાનમાં ધસી આવેલા લોકોને રોકવા પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને સમગ્ર સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી.
સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 127 લોકોના મોત થયા છે, જેમાંથી બે પોલીસ અધિકારી છે. સ્ટેડિયમની અંદર 34 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
ફૂટબોલ મેચ દરમિયાન 127ના મોત, 180થી વધુ ઈજાગ્રસ્ત#Indonesia #FootballMatchViolence #football pic.twitter.com/e4p0ZcNIP5
— thechabuk (@thechabuk) October 2, 2022
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચાહકો સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. ભીડને નિયંત્રિત કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ છોડ્યા. ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ આ ઘટના પર શોક વ્યક્ત કરતું નિવેદન જાહેર કર્યું છે.
તો PSSIએ કહ્યું કે મેચ બાદ શું થયું તેની તપાસ કરવામાં આવશે. આ માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ ગઈ છે. પીટી લીગા ઇન્ડોનેશિયા બારુ (LIB)ના અધ્યક્ષ અખ્મદ હાદિયન લુકિતાએ કહ્યું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. હું આશા રાખું છું કે તે આપણા બધા છે માટે પાઠ હશે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા