Homeતાપણુંરાઘવ ચઢ્ઢાના BJP પર આકરા પ્રહાર, કહ્યું- '2022માં ભાજપની છેલ્લી દિવાળી'

રાઘવ ચઢ્ઢાના BJP પર આકરા પ્રહાર, કહ્યું- ‘2022માં ભાજપની છેલ્લી દિવાળી’

Team Chabuk-Political Desk: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ સિવાય ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢા બે દિવસના ગુજરાત પ્રવાસે છે. રાઘવ ચઢ્ઢા આજે ગાંધી જયંતિએ દાંડી ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ઇમાનદારીના રસ્તા પર ચાલીને આજના ગોરા નહીં પણ કાળા અંગ્રેજોની સત્તા છે, ભાજપની 27વર્ષની જે સત્તા છે, તેને ઉખાડી ફેંકીને આમ આદમી આમ ગુજરાતીનું શાસન ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતમાં 27 વર્ષથી અહંકારી સરકાર ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું, 2022માં ભાજપની છેલ્લી દિવાળી હશે.

રાઘવ ચઢ્ઢા વધુમાં જણાવ્યું કે, IBએ સરકારને આપેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં નજીવા માર્જિન સાથે સત્તા આરૂઢ થશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વેવ દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે, જેનું પરિણામ આગામી વિધાનસભાને ચૂંટણીમાં દેખાઈ શકે છે.

કેજરીવાલ આજે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી. બાદમાં તેઓ ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં પણ તેમને જંગી જનસભાને સંબોધી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે 40 રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું તેમજ દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે. જ્યાં એવી ગાયો કે જે રસ્તામાં રજળે છે અથવા જેમને દૂધ આપવાનું બંધ કરી દીધું છે એમની પાંજરાપોળમાં સારસંભાળ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments