Homeગામનાં ચોરેઈસરોએ હવે જે ઉપગ્રહ લોન્ચ કર્યો છે તેનાથી તમને આ રીતે ફાયદો...

ઈસરોએ હવે જે ઉપગ્રહ લોન્ચ કર્યો છે તેનાથી તમને આ રીતે ફાયદો થશે

ગુરૂવારે ઈસરોએ પોતાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરી દીધું હતું અને CMS-01 નામના 42માં ઉપગ્રહને લોન્ચ કર્યો હતો. ઉપગ્રહ લોન્ચ થયા બાદ તેનો સીધો ફાયદો સામાન્ય જનતાને પણ થવાનો છે, પણ એ કેવી રીતે તે આગળ જોઈશું. CMS-01 ઈસરોનો 42મો કોમ્યુનિકેશન ઉપગ્રહ છે. CMS-01 કોમ્યુનિકેશન સેટેલાઈટ ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમના એક્સટેન્ડેડ સી બેડમાં સેવા ઉપલબ્ધ કરાવાશે. જેની હદમાં ભારતની મુખ્ય ભૂમિ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ સમૂહ હશે. CMS-01 સેટેલાઈટથી ટેલિકોમ્યૂનિકેશનમાં સુધારો થશે. 7 વર્ષ સુધી ઈસરોનું આ મિશન કામ કરશે.

ટીવી ચેનલની ગુણવત્તા સુધરશે

CMS-01 ઉપગ્રહની મદદથી ટીવી ચેનલના દ્રશ્યની ગુણવતા સુધરશે. સાથે જ સરકાર અન ટેલિ-એજ્યુકેશન ટેલિ-મેડિસિનને આગળ વધારવા અને ઈમરજન્સી વખતે મદદ મળશે. આ સેટેલાઈટ 2011માં લૉન્ચ GSAT-12 ટેલિકોમ્યૂનિકેશન સેટેલાઈટની જગ્યા લેશે. GSAT-12ને 15 જૂલાઈ 2011ના રોજ લોન્ચ કરાયો હતો. CMS-01 આવતા વર્ષ સુધી સેવા આપશે. કોરોનાના કારણે ઈસરોના અભિયાન પણ રોકાયા હતા. કોરોનાકાળમાં ઈસરોનું આ બીજું અભિયાન છે.

ઈસરોનું 77મું મિશન

શ્રીહરિકોટાના સતીશ ધવન કેન્દ્રથી લોન્ચ કરાયેલું ઈસરોનું આ 77મું મિશન છે. ગુરૂવારે ઈસરોએ આ ઉપગ્રહને સફળતા પૂર્વક લોન્ચ કર્યો હતો. ગુરૂવારે ઈસરોએ મોબાઈલ ફોનથી લઈને ટીવી સુધીના સિગ્નલોને સુધારવા માટે કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 ને PSLV-C50 રોકેટથી લોન્ચ કર્યો હતો. CMS-01ને શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોંચ પેડથી રવાના કરવામાં આવ્યો હતો.

કે.સિવને શું કહ્યું ?

ઈસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યું કે, PSLV-C50 પૂર્વ નિર્ધારિત કક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગઈ છે. કે. સિવને કહ્યું કે, PSLV-C50એ CMS-01 સંચાર ઉપગ્રહને સફતાપૂર્વક પૂર્વનિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધો છે. ઉપગ્રહ સારી રીતે કામ કરી રહ્યો છે. આવનારા ચાર દિવસમાં ઉપગ્રહ જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં જશે. કોરોના સંકટ વચ્ચે ઈસરોની ટીમે આ ઉપગ્રહને લોન્ચ કરવા માટે પોતાને સુરક્ષિત રાખીને બહુ આકરી મહેનત કરી છે.

આવી રીતે કરશે કામ?

CMS-01ને પૃથ્વીની કક્ષામાં 42 હજાર 164 કિલોમિટરની ઉંચાઈએ સૌથી દુરસ્ત બિંદુ પર સ્થાપિત કરવામાં આવશે. જેની કક્ષામાં સ્થાપિત થવા પર સેટેલાઈટ પૃથ્વીની ચારે તરફ તેજ ગતિથી ફરશે અને પૃથ્વી પરથી જોતા આકાશમાં એક જગ્યાએ હોવાનો ભ્રમ થશે.

લોન્ચિંગ પહેલાં 25 કલાકનું કાઉન્ટડાઉન

સેટેલાઈટ લોન્ચ કરતાં પહેલાં 25 કલાકનું કાઉન્ટડાઉન કરાયું હતું. જોકે, ઈસરોએ પહેલાંથી જ એવું પણ કહી દીધું હતું કે, સેટેલાઈટનું લોન્ચિંગ મોસમના મિજાજ પર પણ આધારિત રહેશે. આ મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલનું 52મું મિશન છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments