Homeતાપણુંકૃષિ કાયદાને મહામારી દરમિયાન સંસદમાં પાસ કરવાની ઉતાવળ શું હતી : કેજરીવાલ

કૃષિ કાયદાને મહામારી દરમિયાન સંસદમાં પાસ કરવાની ઉતાવળ શું હતી : કેજરીવાલ

દિલ્હી વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર મળ્યું હતું. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો શરૂ થયો. કૃષિ કાયદાનો એટલો વિરોધ થયો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ કાયદાને કાળો કાયદો કહીં દીઘો અને ગૃહમાં જ તેની નકલો ફાડી નાખી. તો ધારાસભ્યોએ જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં પણ ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે વિધાનસભા પરિસરમાં જ કૃષિ કાયદાની નકલો સળગાવી. હાલ તો વિધાનસભાના વિશેષ સત્ર એક દિવસ માટે વધારાયું છે.

દરેક ખેડૂત ભગતસિંહ છેઃ કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે દરેક ખેડૂત ભગતસિંહ બની ગયો છે. સરકાર એવું કહી રહી છે કે તે ખેડૂતોને મળી રહી છે અને તેમને કાયદાના લાભ સમજાવવાની કોશિશ કરી રહી છે. યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને આ બિલ ફાયદો કરાવશે કેમ કે આ કાયદો ખેડૂતો પાસેથી તેમની જમીન નહીં છીનવે. શું આ ફાયદો છે ?

ઉતાવળ શું હતીઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, કૃષિ કાયદાને મહામારી દરમિયાન સંસદમાં પાસ કરવાની ઉતાવળ શું હતી ? એવું પહેલીવાર થયું છે કે ત્રણ કાયદા રાજ્યસભામાં વોટિંગ વિના જ પાસ થઈ ગયા. એટલે જ આ ત્રણે કાયદાને હું ગૃહમાં ફાડી રહ્યો છુ અને કેન્દ્રને અપીલ કરું છુ કે તેઓ અંગ્રેજોથી વધુ ખરાબ ન બને.

રોજ એક ખેડૂત શહીદ થાય છેઃ કેજરીવાલ

ગૃહની બહાર આવીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી વિધાનસભાએ ત્રણે કાયદાને ફગાવી દીધા છે અને કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે તેઓને કાયદા પરત લેવા જોઈએ. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, પ્રદર્શનનના 20 દિવસમાં 20 ખેડૂતોના મૃત્યુ થયા છે. એક દિવસમાં સરેરાશ એક ખેડૂત આ આંદોલનમાં શહીદ થઈ રહ્યો છે.

મહેન્દ્ર ગોયલે પણ ફાડી કાયદાની નકલ

આ પહેલાં મહેન્દ્ર ગોયલે કહ્યું કે, હું આ ત્રણે કાળા કાયદાને સ્વીકારવાનો ઈનકાર કરું છું કેમ કે આ ખેડૂત વિરોધી છે. આ વાત કરતાં કરતાં જ તેઓએ કાયદાની નકલોના ટૂકડાં-ટૂકડાં કરી નાખ્યા.

“આમ આદમી પાર્ટીનું બેવડું વલણ”

બીજી તરફ ભાજપ બચાવ પક્ષમાં આવી ગઈ છે. ભાજપે મુખ્યમંત્રી કેજરીવાલની આ હરકતને બંધારણનું અપમાન, શરમજનક અને આમ આદમી પાર્ટીનું કાયદા પર બેવડું વલણ ગણાવ્યું. ભાજપના પ્રવક્તા નવીનકુમાર જિંદલે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે ભારતના બંધારણનું અપમાન કર્યું છે. એક મુખ્યમંત્રી જેઓ પહેલાં 23 નવેમ્બરે આ જ કૃષિ કાયદાને પ્રદેશમાં લાગુ કરવાનું કહે છે જ્યારે 17 ડિસેમ્બરે ગૃહમાં આ જ કાયદાની કોપી ફાડે છે. તેમણે સસ્તી લોકપ્રિયતાથી બચવું જોઈએ અને પોતાની બંધારણીય જવાબદારી સમજવી જોઈએ.

“ભ્રષ્ટાચાર મુદ્દે મૌન કેમ છે કેજરીવાલ ?”

દિલ્હી ભાજપના પ્રવક્તા નેહા શાલિની દુઆ પણ આ મુદ્દે મેદાને આવ્યા અને અરવિંદ કેજરીવાલને સલાહ આપી. નેહા શાલિની દુઆએ કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલાં પોતાના દિલ્હીમાં ધ્યાન આપવું જોઈએ જ્યાં ભાજપની મહિલા નેતા ધરણાં પર બેઠી છે. ખેડૂતો માટે સહાનુભૂતિ દેખાડનારા મુખ્યમંત્રીને તેમને મળવાનો સમય પણ નથી. તેમણે કહ્યું કે, આ સત્ર દિલ્લી નગર નિગમમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર પર ચર્ચા મુદ્દે બોલાવાયું હતું પરંતુ મુખ્યમંત્રી પોતાની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોએ કરેલા ભ્રષ્ટાચાર મુદ્દે મૌન કેમ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420