Homeસાહિત્યસાહિત્યનો નોબલ પુરસ્કાર એને જેણે નરસંહારથી બચવા દેશ છોડી દેવો પડ્યો હતો

સાહિત્યનો નોબલ પુરસ્કાર એને જેણે નરસંહારથી બચવા દેશ છોડી દેવો પડ્યો હતો

Team Chabuk-Literature Desk: વર્ષ 2021 માટેના નોબલ પારિતોષિકની ઘોષણા થઈ રહી છે. ચિકિત્સા, ભૌતિક અને રસાયણ બાદ હવે સાહિત્યનો નોબલ પુરસ્કાર મળ્યો છે અબ્દુલરઝાક ગુરનાહને. તેમની કલમમાંથી ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓને લઈ ઘણી ચર્ચાઓ થઈ છે. તેઓએ શરણાર્થીઓ પર પણ બહોળા પ્રમાણમાં લખ્યું છે. જેમાંથી કરુણતાનું ઝરણું વહે છે. નવલકથામાં શરણાર્થીઓનો મુદ્દો લાવી તેઓ વિશ્વમાં પ્રેમ ફેલાવવા માગે છે.

advertisement-1

લેખકનો જન્મ થયો છે ભારતની આઝાદીના એક વર્ષ બાદ એટલે કે 1948માં ઝંઝીબારમાં. જે પૂર્વ આફ્રિકાના દેશ તાન્ઝિનીયાનો એક વિસ્તાર છે. 1960ના દાયકાના અંતમાં અબ્દુલરઝાક એક શરણાર્થીના રૂપે ઈંગ્લેન્ડ પહોંચ્યા. ડિસેમ્બર 1963માં ઝંઝીબાર બ્રિટીશ ઔપનિવેશિક શાસનથી શાંતિપૂર્ણ રીતે મુક્ત થયું. જોકે એ પછી ત્યાં જઘન્ય નરસંહાર થયો. ગુરનાહ પીડિત જાતિય સમૂહના હતા. શાળા પૂર્ણ કર્યા પછી તેમને પરિવારને છોડી દેશમાંથી ભાગવા માટે મજબૂર થવું પડ્યું. 1984 સુધી તેઓ પોતાના દેશ પરત ન ફરી શક્યા.

advertisement-1

નિવૃત્તિ પહેલા સુધી અબ્દુલરઝાક ગુરનાહ કેટ વિશ્વવિદ્યાલય, કેટરબરીમાં અંગ્રેજી અને ઉત્તર ઔપનિવેશિક સાહિત્યના પ્રોફેસર હતા. ગુરનાહે દસ નવલકથા અને કેટલીક લઘુકથાઓ પણ લખી છે. સ્વાહિલી તેમની પ્રથમ ભાષા હતી. 21 વર્ષની ઉંમરમાં તેમણે અંગ્રેજી શિખવાની શરૂઆત કરી. જેને તેમણે સાહિત્ય લેખનીનું માધ્યમ બનાવ્યું. જોકે તેમનું કહેવું છે કે, તેમના શરૂઆતના લેખનકાર્યને સાહિત્યમાં ન ગણી શકાય. ગુરનાહની 1994માં પ્રસિદ્ધ થયેલી ચોથી નવલકથા પેરડાઈઝે તેમને એક લેખકના સ્વરૂપમાં ઓળખ અપાવી હતી. 1990ની આસપાસ પૂર્વ આફ્રિકાની એક શોધ યાત્રા દરમિયાન આ નવલકથા લખી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments