Homeસિનેમાવાદકોરોના સંક્રમિત થયો હોવા છતાં સોનુ સૂદે લોકો માટે કરી દીધી આ...

કોરોના સંક્રમિત થયો હોવા છતાં સોનુ સૂદે લોકો માટે કરી દીધી આ મોટી વાત

Team Chabuk-National Desk: કોરોનાકાળમાં જરૂરિયાતમંદોને મદદ કરનારો અભિનેતા સોનુ સૂદ ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. સોનુ સૂદે ટ્વીટરના માધ્યમથી પોતે સંક્રમિત થયો હોવાની માહિતી આપી હતી. સોનુ સૂદે ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે, તેણે તમામ સાવચેતી રાખી પોતાને ક્વોરેન્ટીન કરી લીધો છે.

સોનુ સૂદે ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે, “હું તમામ લોકોને કહેવા માગું છુ કે, આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે સાવચેતી સાથે પોતાને ક્વોરેન્ટીન કરી લીધો છે અને પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. પરંતુ ચિંતા ન કરતાં આનાથી મને તમારી મદદ કરવાનો વધુ સમય મળી ગયો છે. યાદ રાખો હું હંમેશા તમારી સાથે છું”

સોનુ સૂદે આ વાતની જાણકારી આપતા શરૂઆતમાં લખ્યું કે, “કોવિડ-પોઝિટિવ, મૂડ અને જોશ સુપર પોઝિટિવ”. સોનુની આ વાતથી સ્પષ્ટ છે કે કોરોના પણ તેને લોકોની મદદ કરતા નહીં રોકી શકે. તે આજે પણ લોકોની મદદ માટે તૈયાર છે. જે પોતાના ફેન્સ માટે પ્રેરણાસ્ત્રોત છે.

હજારો લોકોની મદદ કરી ચુક્યો છે સોનુ

ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ ગયા વર્ષે લોકોની વ્હારે આવ્યો હતો. 2020માં લૉકડાઉન દરમિયાન તેણે હજારો પ્રવાસી શ્રમિકોને વતન પરત મોકલ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં સોનુ સૂદે અગણિત લોકોની મદદ કરી છે. સોનુએ લોકોની સારવાર માટે મદદ કરી છે. ક્યારેક સોનુએ કોઈને ટ્રેક્ટર આપ્યું છે તો ક્યારેક ક્રિકેટની કીટ.

સોશિયલ મીડિયા પર સોનુના લાખો ફેન્સ છે. ટ્વીટર પર સોનુ સૂદના 6 મિલિયન ફોલોઅર્સ છે. સોનુનો મદદગાર સ્વભાવ તેણે ટ્વીટર પર રાખેલા ફોટા પરથી પણ દેખાઈ આવે છે. સોનુએ ટ્વીટર પર પોતોની પ્રોફાઈલમાં લખ્યું છે કે, કોઈને મદદ માટે પૈસા ન આપો અમારી સેવા બિલકુલ ફ્રી છે.

ટ્વીટર પર સોનુના ફેન્સ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હજારો લોકોએ તેના આ ટ્વીટ પર GET WELL SOON કહ્યું છે. સોનુને કોઈ યુઝર્સે રિયલ હીરો તો કોઈએ વોરિયર કહ્યો છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments