Team Chabuk National Desk: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર મોતનું તાંડવ બનીને તૂટી હતી. ગ્લેશિયર તૂટતા ધૌલીગંગા નદીમાં પૂર આવી ગયું. જાણવા મળ્યું છે કે પાણીના આ પ્રવાહમાં ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા અનેક શ્રમિકો તણાઈ ગયા છે. જેમાંથી અત્યાર સુધી 10 લોકોના મોતની પુષ્ટિ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકો પણ લાપતા હોવાની માહિતી મળી છે. બચાવ કાર્યમાં ITBP, NDRF અને SDRGની ઘણી ટીમ લાગી ગઈ છે. આ બચાવ કાર્ય દરમિયાન ITBPના જવાનોએ એક ટનલમાં ફસાયેલા 16 લોકોને સહી સલામત બહાર કાઢી નવી જિંદગીની બક્ષિશ આપી છે.
બચાવ કાર્ય દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે ચમોલીના તપોવન ડેમની નજીક આવેલી એક ટનલમાં 16 શ્રમિકો ફસાયા છે. જેથી તુરંત જ ITBPની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગઈ હતી. જવાનો એક બાદ એક દોરડા વડે ટનલ સુધી પહોંચ્યા હતા. ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જવાનોએ સાધનો વડે ઉપરથી માટી અને કિચડ હટાવવાનું કામ શરૂ કર્યું. ખોદકામ કરીને ટનલનો ભાગ ખોલવામાં આવ્યો. અને ત્યાથી ફસાયેલા લોકોને એક બાદ એક કાઢવામાં આવ્યા. ટનલમાં કૂલ 16 લોકો ફસાયેલા હતા. ITBPના જવાનોની હિંમત અને જોશના કારણે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
#WATCH | Uttarakhand: ITBP personnel rescued all 16 people who were trapped in the tunnel near Tapovan in Chamoli. pic.twitter.com/M0SgJQ4NRr
— ANI (@ANI) February 7, 2021
ITBPના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફસાયેલા લોકોમાં જોશ પણ ભર્યો. રાહત કાર્ય દરમિયાન ITBPના જવાનો ‘જોર લગા કે હૈસા’ બોલતા બોલતા હૌસલો બુલંદ કરી રહ્યા હતા. બલ્લે બલ્લેના નારા પણ જવાનો લગાવી રહ્યા હતા. ITBPના જવાનોનો આ જોશ જોઈને ફસાયેલા લોકોમાં પણ હિંમત આવી હતી. તેઓ પણ બહાર નીકળીને જવાનોનો આભાર માનવાની સાથે નાચવા લાગ્યા હતા. ખરા અર્થમાં ITBPના જવાનોએ ફસાયેલા 16 લોકોને નવું જીવન આપ્યું છે. ITBPના જવાનોના કાર્ય માટે ચાબુક પણ સલામ કરે છે. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર પોસ્ટ કરેલા નીચેના આ વીડિયોમાં જવાનોનો જુસ્સો દેખાઈ રહ્યો છે.
#WATCH | Uttarakhand: ITBP personnel rescue one person who was trapped in the tunnel near Tapovan dam in Chamoli.
— ANI (@ANI) February 7, 2021
Rescue operation underway.
(Video Source: ITBP) pic.twitter.com/RO91YhIdyo
હવે નદીમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું કે નદીમાં પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે, જેથી આસપાસના ગામને હવે કોઈ ખતરો નથી. લાપતા લોકોને શોધવાનું કામ હજુ પણ ચાલુ જ છે.
મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય
ચમોલીથી દેહરાદુન પરત ફર્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મીડિયાને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે મદદ કરી રહી છે. ગૃહમંત્રી અને વડાપ્રધાને ફોન પર વાત કરીને તમામ મદદની ખાતરી આપી છે. એસડીઆરએફ અને મેડિકલની ટીમ પણ તૈનાત છે. સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ મૃતકના પરિવારજનોને 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે કેન્દ્ર સરકારની સાથે યૂપી, બિહાર અને ગુજરાતની સરકારે પણ મદદ માટે તૈયારી દર્શાવી છે.
घटना में जिन लोगों की मृत्यु हुई है, उन सभी को 4-4 लाख रुपये का मुआवजा राज्य सरकार देगी: उत्तराखंड CM त्रिवेंद्र सिंह रावत, उत्तराखंड में ग्लेशियर टूटने की घटना पर pic.twitter.com/oMDWVeYsip
— ANI_HindiNews (@AHindinews) February 7, 2021
ઉત્તરાખંડ સરકાર, કેન્દ્ર સરકાર અને બચાવ ટીમોની પ્રાથમિકતા હાલ લોકોને શોધખોળ કરીને બચાવવાની છે. જવાનો રેસ્ક્યૂ ઓપરેશન તમામ બનતાં પ્રયાસો કરી રહ્યા છે. 2013માં બનેલી કેદારનાથ દુર્ઘટના બાદ આ બીજી મોટી દુર્ઘટના ઉત્તરાખંડમાં બની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત